રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 24 જુલાઈ 2018 (12:28 IST)

ધડક પછી જાહનવી કપૂર શ્રીદેવીની આ ફિલ્મમાં કામ કરશે

સેફ અલી ખાનની પુત્રી સરા અલી ખાનને ડેબ્યૂ ફિલ્મ કેદારનાથની રજુઆત પહેલા જ ઓફર્સ મળવા લાગ્યા છે. એક જ મહિનાના અંતરમાં તેમની બીજી ફિલ્મ સિંબા પણ રજુ થઈ જશે.  પણ શ્રીદેવીની પુત્રીને હજુ સુધી બીજી ફિલ્મ સાઈન કરવા માટે રાહ જોઈ રહી છે. 
 
જાહ્નવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ધડક રજુ થઈ ચુકી છે.  હવે તેમના કેરિયરની ગાડી આગળ વધારવા માટે પપ્પા બોની કપૂર કામમાં લાગી ગયા છે. વેબસાઈટ ડેકન ક્રોનિકલ્સ મુજબ બોની કપૂર એક મજબૂત સ્ક્રિપ્ટની શોધમાં છે. જેના પર તેઓ ફિલ્મ બનાવી શકે.  બોની કપૂર જાહ્નવી કપૂર માટે એવી ફિલ્મ બનાવવા માંગે છે જેમા તેનો રોલ ગ્લેમરસ હોય. 
 
મીડિયા રિપોર્ટ મુજબ જાહનવી કપૂરને કરણ જોહરે એક વધુ ફિલ્મમાં કાસ્ટ કરવા માંગે છે. જાણવા મળ્યુ છે કે ફિલ્મ  'શિદ્દત'માં જાહન્વી અને વરુણ ધવનને કાસ્ટ કરવાની પ્લાનિંગ ચાલી રહી છે. જો કે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.  આ પહેલા ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરને લેવાની વાત ચાલી રહી હતી. 
ઉલ્લેખનીય છે કે 'શિદ્દત' એ જ ફિલ્મ છે જેમા કરણ જોહરે શ્રીદેવીને કાસ્ટ કર્યુ હતુ. પણ શ્રીદેવીની અચાનક મોત પછી જાણવા મળ્યુ કે શ્રીદેવીને સ્થાને માધુરી દિક્ષિતને કાસ્ટ કરવામાં આવશે. જો કે ત્યારે કરણ જોહરે કહ્યુ હતુ કે તેમની જે ફિલ્મમાં માધુરીને કાસ્ટ કરી છે તેનુ નામ શિદ્દત નથી. થોડા દિવસ પછી ધર્મા પ્રોડક્શંસ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે કરણ જોહરની જે ફિલ્મમાં માધુરી કામ કરી રહી છે તેનુ નામ 'કલંક' છે.
ઉલ્લેખનીય છે કે જાહનવી કપૂરની ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર સંતોષજનક પ્રદર્શન કરી રહી છે. ઓપનિંગ વીકેંડ પર ફિલ્મમાં 33.67 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં તે ઈશાન ખટ્ટર સાથે જોવા મળી રહે છે. આ ફિલ્મ ઓનર કિલિંગના મુદ્દા પર આધારિત છે.  કરણ જોહર નિર્મિત આ ફિલ્મનુ નિર્દેશન શશાંક ખેતાને કર્યુ છે.