સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 15 માર્ચ 2022 (10:19 IST)

Alia Bhatt B'day: શેરશાહ સહિત આ 6 મોટા બજેટની ફિલ્મોને લાત મારી ચુકી છે આલિયા, મિનિટોમાં ઠુકરાવી હતી ઓફર

બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ(Alia Bhatt) આજે (15 March)પોતાનો 29મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે.  થોડા દિવસ પહેલા  રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને કારણે આલિયા હજી પણ બોક્સ ઑફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે.  હાલ આલિયા પાસે ઘણી મોટી ફિલ્મો છે જેમાંથી ઘણી રિલીઝ માટે તૈયાર છે. આજે અમે તમને આ અભિનેત્રીના જન્મદિવસ પર તે ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની ઓફર ઠુકરાવી દેવા માટે તેણે મિનિટો પણ ન લાગી. તમને જાણીને નવાઈ લાગશે કે આલિયા ભટ્ટ ફિલ્મ શેરશાહ(Shershaah) માટે ડિરેક્ટરની પહેલી પસંદ હતી, કિયારા અડવાણી નહીં. તો ચાલો વેબદુનિયાના આ અહેવાલમાં જાણીએ કે શા માટે આલિયાએ શેરશાહ જેવી ફિલ્મની ઓફર(Alia Bhatt Rejected Movies) ઠુકરાવી દીધી? આ ઉપરાંત, તમે જાણતા હશો કે આલિયા ભટ્ટે અન્ય કઈ ફિલ્મોની ઑફર ફગાવી દીધી છે?
આલિયાને આ ફિલ્મોની ઓફર મળી હતી
 
શેર શાહની વાત કરીએ તો, આલિયા ભટ્ટે તેના ટાઇટ શેડ્યૂલને કારણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રા Sidharth Malhotra) અને કિયારા અડવાણી(Kiara Advani)ની સાથે આખી ટીમના વખાણ કર્યા હતા. શેરશાહ સિવાય, આલિયા ભટ્ટે પ્રભાસ સ્ટારર સાહો, નીરજા, ગોલમાલ અગેઇન, ઠગ્સ ઑફ હિન્દોસ્તાન અને રાબતા જેવી ફિલ્મો કરવાની ના પાડી દીધી હતી.

આ ફિલ્મોમાં જોવા મળશે આલિયા ભટ્ટ 
 
આલિયા ભટ્ટની આગામી ફિલ્મોની યાદી ઘણી લાંબી છે. તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ટ્રિપલ આર (RRR) આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. એસએસ રાજામૌલીની આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળવાનો છે. ટ્રિપલ આર ઉપરાંત, આલિયા ભટ્ટની આગામી ફિલ્મોની યાદીમાં ડાર્લિંગ, ઝી લે ઝરા, રોકી અને રાનીની પ્રેમ કથા, બ્રહ્માસ્ત્ર અને તખ્તનો સમાવેશ થાય છે.