અભિનેતામાથી નેતા બનશે રજનીકાંત. અમિતાભ-કમલ હસને શુભેચ્છા આપી

Last Modified રવિવાર, 31 ડિસેમ્બર 2017 (14:57 IST)
તમિલ સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરવા હોવાની તમામ અટકળો પર વિરામ લાગી ગયું છે. રજનીકાંતે ચૂંટણી લડવાની આજે જાહેરાત કરી હતી. રજનીકાંતે પોતે અલગ રાજકીટ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રજનીકાંત 26 ડિસેમ્બરથી ચેન્નઇના રાઘવેન્દ્રમ કલ્યાણ મંડપમાં પોતાના પ્રશંસકો સાથે મુલાકાત કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, હું મારી પોતાની નવી રાજનીતિક પાર્ટી બનાવીશ. તેમણે જાહેરાત કરી છે કે, આગામી વિધાનસભા ઈલેક્શનમાં તે રાજ્યની તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. મારી પાર્ટીના ત્રણ મંત્ર હશે, સત્ય, મહેનેત અને વિકાસ. તેમણે કહ્યું કે, રાજનીતિની દશા બહુ જ ખરાબ થઈ ગઈ છે. તમામ રાજ્ય આપણી મજાક બનાવી રહ્યાં છે. હું જો રાજનીતિમાં ન આવું, તો તે લોકોની સાથે ધોકો થશે. હવે રાજનીતિના નામ પર નેતાઓ અમારી પાસેથી રૂપિયા લૂંટી રહ્યા છે અને હવે આ રાજનીતિને જડમૂળથી બદલવાની જરૂરત છે.


આ પણ વાંચો :