શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2016 (13:44 IST)

જયા ભાદુરી પહેલા એક મરાઠી યુવતી સાથે લગ્ન કરવા માંગતા હતા અમિતાભ, ના પાડતા નોકરી છોડી...

અમિતાભે 26 ડિસેમ્બર 1968ના રોજ બ્લૈકર એંડ કંપનીમાંથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારે તેમની સેલેરી લગભગ 1500 રૂપિયા હતી. પણ તેમણે 30 નવેમ્બર 1968 સુધીની જ સેલેરી આપવામાં આવી હતી.  બિગ બી તેમની સાથે લગ્ન કરવા પણ માંગતા હતા. પણ વાત બની નહી તો બિગ બી નોકરી અને કલકત્તા બંને છોડીને મુંબઈ આવી ગયા હતા. એ સમયે ત્મની 26 દિવસની સેલેરી પણ કાપી લેવામાં આવી હતી. આ કહેવુ છે બ્લૈકર એંડ કંપનીમાં ત્રણ વર્ષ અમિતાભ સાથે કામ કરી ચુકેલ તેમના મિત્ર દિનેશ કુમારનુ. અમિતાભના જન્મદિવસ પહેલા મિત્રના મોઢે સાંભળો... 
 
- 11 ઓક્ટોબરના રોજ અમિતાભનો 74મી વર્ષગાંઠ છે. આ 74 વર્ષમાં તેમની જીંદગીના દરેક ભાગ વિશે ઘણુ બધુ લખવમાં આવ્યુ છે. પણ સાહીઠ દસકામાં તેમણે નોકરી માટે તેમના કલકત્તામાં રહેવાથે જોડાયેલ કિસ્સા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. બિગ બી ના આ 7 વર્ષની સૌથી ઈંટ્રેસ્ટિંગ માહિતી રીડર્સ સુધી પહોંચાડવા માટે અમિતાભના એ સમયના ઓફિસ કલિંગ્સથી લઈને રૂમ મેટ્સ, મકાનના ચોકીદાર અને અનેક નિકટના લોકો સાથે મુલાકાત કરી.  અમે તમને અમિતાભની અંતિમ નોકરી સાથે જોડાયેલ સ્ટોરી તમને બતાવવા જઈ રહ્યા છીએ. 
 
ત્રણ વર્ષ સાથે કામ કરી ચુકેલ મિત્રની ચોખવટ... 
- બ્લૈકર એંડ કંપનીમાં અમિતાભના કલીગ રહેલા દિનેશ કુમાર હાલ કલકત્તામાં જ રહે છે. બંનેને 3 વર્ષ એક સાથે એક કંપનીમાં કામ કર્યુ હતુ. 
- દિનેશે જણાવ્યુ કે બીજી બ્રિટિશ કંપનીમાં કામ કરનારી ચંદ્રા પહેલા અમિતાભ સાથે લગ્ન કરવા રાજી  હતી. પણ પછી તેમણે ના પાડી દીધી.  અનેકવાર કોશિશ પછી પણ બંને વચ્ચે વાત બની નહી. 
- ત્યારબાદ થોડા દિવસ પછી ચંદ્રા બ્રિટિશ રેલવેમાં કામ કરનારી પોતાની મોટી બહેન સાથે વર્લ્ડ ટૂર પર જતી રહી. ટૂરમાંથી પરત આવતા અમિતાભે ચંદ્રાને લગ્ન કરવા વિશે પૂછ્યુ. આ વખતે ચંદ્રાએ ના પાડી દીધી. 
- દિનેશના મુજબ અમિતાભની નોકરી અને કલકત્તા બંને છોડવા પાછળનુ એક મોટુ કારણ આ આધાત હતો.
 
જપ્ત થઈ ગઈ હતી 26 દિવસની સેલેરી.. 
 
- અમિતાભે 26 ડિસેમ્બર 1968ના રોજ બ્લૈકર એંડ કંપનીમાંથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારે તેમની સેલેરી લગભગ 1500 રૂપિયા હતી. પણ તેમણે 30 નવેમ્બર 1968 સુધીની જ સેલેરી આપવામાં આવી હતી. 
- કાયદેસર તેમને લઈને કંપનીના ડાયરેક્ટરે ટ્રસ્ટીને પત્ર પણ લખ્યો હતો.  પછી ખૂબ મુશ્કેલીથી ફુલ એંડ ફાઈનલ પેમેંટ આપવામાં આવ્યુ હતુ. 
- આ લેટરની કોપી અમિતાભના જ કલકત્તાના લાસ્ટ ઓફિસ બ્લૈકર કંપની તરફથી આપવામાં આવી છે. 
 
4 વર્ષમાં મળ્યુ હતુ 1000 રૂપિયાનુ ઈંકિમેંટ 
- દિનેશનુ કહેવુ છે કે અમિતાભે જ્યારે બ્લૈકર એંડ કંપની જોઈન કરી હતી તો તેમની સેલેરી 600 રૂપિયા હતા. તેમના સારા કામને કારણે કંપનીએ 4 વર્ષમાં હજાર રૂપિયાનુ ઈક્રીમેંટ આપ્યુ હતુ. આ એ સમયે કંપનીમાં કામ કરનારા 16 લોકોમાં થર્ડ હાઈએસ્ટ હતુ. 
 
એમડીએ જણાવ્યુ રાજીનામાનુ કારણ... આ બન્યો ટર્નિંગ પોઈંટ 
 
- ડિસેમ્બર 1968ના પ્રથમ અઠવાડિયામાં અમિતાભ બચ્ચન પાસે તેમના લાસ્ટ ઓર્ગેનાઈઝેશન બ્લૈકર એંડ કંપનીના એમડી શ્રીકાંત  કેબિનમાં બોલાવીને નોકરી છોડવાનુ કારણ પૂછે છે. સૂટ-હાઈ પહેરેલ બિગ બી થોડી વાર સુધી ખામોશ ઉભા રહે છે. પછી ધીરેથી બોલે છે - પર્સનલ છે અને કેબિનમાંથી બહાર આવી જાય છે. 
- પછી 26 ડિસેમ્બરના રોજ તેઓ કંપની તરફથી મળેલી ગાડીની ચાવી પરત કરીને ઓફિસમાંથી નીકળી જાય છે. 
- બિગ બી સાથે કામ કરનારા દિનેશ મુજબ આ રાજીનામુ અમિતની લાઈફનો સૌથી મોટો ટર્નિંગ પોઈંટ હતો. 
 
બહાર જઈને કરતા હતા લંચ 
 
- બિગ બી સાથે કામ કરી ચુકેલ એક અન્ય સાથી વાપી મુખર્જીને જણાવ્યુ કે અમિતાભ ઓફિસ ટાઈમના પંક્ચુઅલ હતા. 
- સવારે 9.30 વાગ્યે ઓફિસ આવતા. એક માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ તેમનુ કામ કંપની તરફથી ક્લાયંટ સાથે ડીલ કરવી પડતી હતી. 
- બપોરે 1 થી 2 વચ્ચે કંપની પાસેથી મળેલી તેમની કારમાં બેસીને બહાર જમવા જતા હતા. 
- સાંજે  ઓફિસમાંથી ફ્રી થઈને પાર્ક સ્ટ્રીટથી લઈને બૈલાગંજ અને લી રોડની તરફ ફરવા નીકળી જતા હતા.