ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (15:11 IST)

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન - અમિતાભ બચ્ચનનુ લુક રિવીલ, ફિલ્મમાં બન્યા છે ઠગોના કમાંડર ખુદાબખ્શ

સતત બીજા દિવસે યશરાજ ફિલ્મ્સે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનુ બીજુ મોશન પોસ્ટર રજુ કરવામાં આવ્યુ છે.  જેમા અમિતાભ બચ્ચનનુ લુક બતાવાયુ છે.  આ મોશન પોસ્ટરમાં અમિતાભને ખુદાબખ્શ ઠગોના કમાંડરના રૂપમાં ઈંટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. ફિલ્મનુ નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્યએ કર્યુ છે. 
 
ચીલ અને તલવાર સાથે બિગ બી - પોસ્ટરમાં અમિતાભ બચ્ચન એક મોટા સમુદ્રી જહાજમાં ઉભા છે અને હાથમાં તલવાર લીધેલી છે. તેમની પાસે મુકવામા આવેલ તોપ પર એક ચીલ આવીને બેસે છે. આ પહેલા પણ અમિતાભનુ આ જ લુક ફિલ્મના સેટ પરથી આઉટ થયુ હતુ. અમિતાભ ઉપરાંત ફિલ્મમાં આમિર ખાન, ફાતિમા સના શેખ અને કેટરીના કેફ પણ જોવા મળશે. 
 
200 કરોડ છે બજેટ - શૂટિંગમાં લગભગ 200 કરોડ ખર્ચ થયા છે. સૂત્રોનુ માનીએ તો ફિલ્મ માટે 18મી સદીના ભારતનો પણ એટ બનાવાયો હતો. ફિલ્મ સાથે જોડાયેલ જુદી જુદી ટીમના લોકોએ આની પુષ્ટિ કરી છે. સૌથી વધુ ખર્ચ એક્શન પર કરવામાં આવ્યો છે.  ઈટલીના માલ્ટા, થાઈલેંડના બૈકોંક, ભારતના જોધપુર અને ગોવાના મલ્ટીપલ લોકેશન પર શૂટિંગને કારણે ખર્ચમાં ખાસ્સો વધારો થયો .