1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (15:26 IST)

Aryan Khan Drug Case: શાહરૂખ ખાનને લાગ્યો ઝટકો, Byju's એ જાહેરાતો પર લગાવી રોક, આટલુ થશે નુકશાન

Aryan Khan Drug Case
શાહરૂખ ખાન(Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આર્યન હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.  આર્યનની ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થવાની તેમના પિતા શાહરુખ પર અસર કરી રહી છે. શાહરુખના કામ પર અસર પડી રહી છે અને તેમને મોટો આંચકો લાગ્યો છે.
 
શાહરુખ ખાન લર્નિંગ એપ BYJU ના બ્રાન્ડ એમ્બેસેડર છે. આર્યનની ધરપકડ બાદ શાહરૂખની બાયજુસે તમામ જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. શાહરુખની પ્રી-બુકિંગ એડને રિલીઝ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 
આ કારણે લીધો નિર્ણય 
 
આર્યન ખાનની ધરપકડ થયા પછીથી શાહરુખ ખાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.  જ્યારબાદ લોકોએ બાયજૂસને પણ ટારગેટ કરવાનુ શરૂ કર્યું. આ એપ પરથી યુઝર્સ સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછી રહ્યા હતા, જ્યારબાદ બાયજુસે શાહરૂખ ખાનની જાહેરાતો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
 
ઉલ્લેખનીય છે કે બાયજૂસ શાહરૂખની સ્પોન્સરશિપ ડીલ્સમાં સૌથી મોટી બ્રાન્ડ હતી. આ બ્રાન્ડને એંડોર્સ કરવા માટે શાહરુખ ખાનને વાર્ષિક 3-4 કરોડ રૂપિયા મળે છે. તેઓ આ કંપનીના 2017થી  બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત તેઓ ICICI બેંક, રિલાયન્સ જિયો, LG, દુબઈ ટુરિઝમ, હ્યુન્ડાઈ જેવી 40 જેટલી કંપનીઓને એંડોર્સ કરી રહ્યા છે.
 
આર્યન ખાન  રહેશે જેલમાં
કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને 14 ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. શુક્રવારે તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હવે આર્યનને મુંબઈની આર્થર જેલમાં શિફ્ટ કરવામાંઆવ્યો છે. તે 3-5 દિવસ પહેલા ક્વોરેન્ટાઇન સેલમાં રહેશે. જો કોઈ નવો આરોપી જેલમાં આવે છે, તો તેને પહેલા ક્વોરન્ટાઈન સેલમાં રાખવામાં આવે છે. જોકે આર્યનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું શૂટિંગ પણ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. શાહરૂખ અને દીપિકા ફિલ્મના શૂટિંગ માટે સ્પેન જવાના હતા, પરંતુ ડ્રગના કેસના કારણે આ શૂટિંગ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું એક ગીત સ્પેનમાં શૂટ કરવાનું હતું.