બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 19 જુલાઈ 2022 (15:30 IST)

Aryan Khan Video: શાહરૂખનો પુત્ર આર્યન ખાનનો ડ્રિંક કરતો વીડિયો થયો વાયરલ

Shah Rukh Khan Son Aryan Khan Video: સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો એક પાર્ટીનો જણાવવામાં આવી રહ્યો છે અને આસપાસના વાતાવરણથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો કોઈ પબ કે બારનો છે. વીડિયોમાં આર્યન તેના ઘણા મિત્રો સાથે સેલિબ્રેશનમાં ડૂબેલો જોવા મળે છે. આ દરમિયાન કોઈએ આર્યન ખાનનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પછી હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 
આર્યન ખાનનો આ વીડિયો 
 
સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આર્યન ટેબલ પરથી ગ્લાસ ઉઠાવે છે અને ડ્રિંક લે છે અને પછી ગ્લાસ પાછો મૂકે છે. આર્યનનો આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો આર્યનની ડ્રિંકિંગ માટે ટીકા કરી રહ્યા છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે તેના પર્સનલ સ્પેસનુ સન્માન કરવુ જોઈએ.