સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2023 (09:41 IST)

Bipasha Basu પહેલીવાર બતાવ્યો દીકરીનો સુંદર ચહેરો, જોઈને તમે પણ થઈ જશો ફિદા

devi bipasha
બોલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુBipasha Basu) એ પહેલીવાર પોતાની દીકરી 'Devi' નો ચહેરો બતાવ્યો છે. બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરે(Karan Singh Grover) એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમની નાની પરીની બે તસવીરો શેર કરી છે, જેમાં દેવી હસતી જોવા મળે છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 12 નવેમ્બર 2022 ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા. બંનેએ હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો જાહેર કર્યો ન હતો.
 
બિપાશા બાસુએ બતાવ્યો દીકરીનો ચહેરો 
 બિપાશા બાસુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી અને લખ્યું, 'હેલો વર્લ્ડ... હું દેવી છું!' #Devibasusinghgrover. તસવીરમાં બિતાશાની પુત્રી ખુશીથી હસતી જોવા મળે છે. દેવીએ ગુલાબી રંગનો પોશાક પહેર્યો છે જેમાં તે નાની દેવી જેવી દેખાઈ રહી છે. બિપાશાની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને દેવીને ઘણા બધા આશીર્વાદ પણ આપી રહ્યા છે. તસ્વીરમાં, દેવી પેસ્ટલ પિંક કલરના ડ્રેસમાં માથા પર હેડબેન્ડ સાથે સ્મિત કરી રહી છે.
બિપાશા અને કરણના લગ્ન
બિપાશા અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન વર્ષ 2016માં થયા હતા. બંનેના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. બિપાશા અને કરણ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવે છે. બિપાશા-કરણ પહેલીવાર તેમની ફિલ્મ 'અલોન'ના સેટ પર મળ્યા હતા. સિનેમાઘરોમાં ભલે આ ફિલ્મ કંઈ ખાસ કરી ન શકી, પરંતુ આ બંનેની જોડી રિયલ લાઈફમાં ચોક્કસ હિટ થઈ. ફિલ્મના સેટથી શરૂ થયેલી મિત્રતા સમય જતાં પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. બિપાશા બાસુના બોલિવૂડ વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ પણ 'અલોન' હતી.