શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 6 મે 2015 (12:40 IST)

બોલીવુડના આ કલાકારોને પણ સજા થઈ ચુકી છે

બાર વર્ષ જૂના હિટ એંડ રન કેસમાં અભિનેતા સલમાન ખાનને બુધવારે જો સજા સંભળાવી તો તે સંજય દત્ત પછી જેલ જનારા બીજા મોટા નેતા હશે. જાણો અત્યાર સુધી કયા કયા ફિલ્મી કલાકારોને સજા થઈ ચુકી છે. 
મોનિકા બેદી - 2002મા પુર્તગાલમાં ધરપકડ થઈ હતી. અબૂ સલેમની પ્રેમિકા મોનિકા બેદી 2005માં ભારત આવી. 2006માં કોર્ટે તેને સજા સંભળાવી. સુપ્રીમ કોર્ટના આદેશ પર 2010માં જેલમાંથી મુક્ત થઈ. 
 
આરોપ - 1993ના મુંબઈ બોમ્બ ધમાકાના આરોપી અબૂ સલેમની સાથે ખોટા પાસપોર્ટ દ્વારા દેશ છોડીને ફરાર થઈ હતી. 
સંજય દત્ત - જુલાઈ 2007માં ટાડા કોર્ટે સંભળાવે 6 વર્ષની સખત કેદ. 21 માર્ચ 2013ના રોજ સુપ્રીમ કોર્ટે સજાને યોગ્ય ઠેરવી અને સજાનો સમય 5 વર્ષ મુક્યો. હાલ તેઓ જેલમાં જ છે. 
 
આરોપ - 1993 મુંબઈ બોમ્બ ધમાકાના આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયાર ખરીદ્યા હતા. હાલ તેઓ પુણેની યરવડા જેલમાં છે. 
શાઈની આહુજા - બોલીવુડ અભિનેતા શાઈની આહુજાને 31 માર્ચ 2011ના રોજ મુંબઈની કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી. હાલ તેઓ જામીન પર છે. 
 
આરોપ - ઘરેલુ નોકરાણીની સાથે બળાત્કાર કર્યો હતો.  14 જૂન 2009ના રોજ ધરપકડ. લગભગ 3 મહિના જેલમાં રહ્યા. 
વિદૂ દારાસિંહ - 21 મે 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.  4 જૂન 2013 સુધી જેલમાં રહ્યા. કેસ હાલ વિચારાધીન. 
 
આરોપ - આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સટ્ટેબાજીનો આરોપ. એક બુકીના નિવેદન પર ધરપકડ કરવામાં આવી.