ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (16:29 IST)

તેલુગુ સુપરસ્ટાર રવિ તેજાના ભાઈ ભરત રાજુનું રોડ અકસ્માતમાં મોત

તેલુગુ સુપરસ્ટાર
તેલંગાનામાં હૈદરાબાદની પાસે શમ્સાબાદ વિસ્તારમાં કારે એક ટ્રક સાથે અથડાતા તેલુગૂ અભિનેતા રવિ તેજાના ભાઈ ભરત રાજુનુ મોત થઈ ગયુ  રાજીવ ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ પોલીસ મથકના ઈંસ્પેક્ટર એમ મહેશે રવિવારે જણાવ્યુ કે ગઈ રાત્રે શમ્સાબાદમાં કોઠવાલગુડા પાસે બહારી રિંગ રોડ પર ભરત (45) ની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ. 
 
ભરત હૈદરાબાદના આઉટર રિંગરોડ પર એકલો ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે શમશાબાદની એક હોટલની પાસે એક ટ્રકમાં તેમની કારને પાછળથી ટક્કર મારી હતી, જેમાં ઘટના સ્થળે જ રાજૂનું મોત થયું હતું.
 
એક અંગ્રેજી વેબસાઈટના મતે આરજીઆઈ એરપોર્ટના પોલીસ ઈસ્પેંક્ટર એમ મહેશે જણાવ્યું કે, ‘ઝડપી સ્પીડથી ધક્કો લાગવાના કારણે ભરતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટ્રક ખરાબ હોવાના કારણે તેને રોડના કિનારે ઉભી રાખી હતી.