શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 22 ઑક્ટોબર 2014 (13:11 IST)

Bollywood - દીપિકા પાદૂકોણ પહેલાંથી જ સ્ટાર હતી. શાહરૂખ ખાન

મુંબઈ બોલીબુડના બાદશાહ શાહરૂખ ખાનનું કહેવું છે કે અભિનેત્રી દીપિકા પાદૂકોણ પોતાની સફળતા જાતે નક્કી કરી હતી અને તે પહેલાંથી જ સ્ટાર છે. શાહરૂખ અને દીપિકાએ ફરાહ ખાનના નિર્દેશનમાં ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. આ પછી પણ આ બન્નેની જોડીએ ચેન્નાઈ એક્સપ્રેસમાં પણ ધમાકો કર્યો હતો. જે બાદ તેઓ વધુ એક ફિલ્મ હેપી ન્યુ ઈયરમાં નજરે પડશે. 
 
કિંગ ખાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેની સફળતામાં મારો કોઈ હાથ નથી. આ તેની મહેનતનું પરિણામ છે. તમે કોઈ પાસેથી સફળતાનો શ્રેય ન લઈ શકો. શાહરૂખ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે ,જ્યારે તેણે પોતાની પહેલી ફિલ્મ દીવાનામાં કામ કર્યુ ત્યારે ઋષિ કપૂર અને અમરીશ પુરી જેવા દિગ્ગજ અભિનેતાઓનો અભિગમ પણ તેમના પ્રત્યે એકદમ નરમ હતો. 
 
શાજરૂખ ખાને દીપિકા અંગે ખ્યું કે મારા ખ્યાલ પ્રમાણે દીપિકા પહેલાંથી એજ સ્ટાર હતી. એટલું જ નહી અમે આંખો મે તેરી ગીતનું શૂંટિંગ કર્યુ અને તે અમિતાભજીને બવાવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે આ ખૂબ મોટી સ્ટાર છે.