1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 5 સપ્ટેમ્બર 2015 (11:45 IST)

સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનું નિધન, જાણો એક બીમારીએ આદેશને ક્યાથી ક્યા પહોંચાડ્યા

સંગીતકાર આદેશ શ્રીવાસ્તવની વીતી રાત્રે લગભગ સાઢા 12 વાગ્યે કેંસર જેવી બીમારી સામે ઝઝૂમ્યા પછી હોસ્પિટલમાં અવસાન થઈ ગયુ. 51 વર્ષીય આદેશ શ્રીવાસ્તવને 40 દિવસ પહેલા સારવાર માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં બહ્રતી કરાવવામાં આવ્યુ હતુ અને ત્યારથી આ હોસ્પિટલ જ તેમનુ ઘર બની ગયુ હતુ. 
 
જેવી રીતે બધા જાણે છે કે આદેશે બોલીવુડને અનેક સુપરહિટ ગીત આપ્યા. તેમના દર્દીલા સોંગ્સે તેમને ઉંચાઈઓ પર પહોચાડ્યા. આદેશ કેટલાક સમય પહેલાથી જ અમેરિકાથી પોતાની સારવાર કરાવીને પરત ફર્યા હતા.  અહીથી આવીને ફરી કામની શરૂઆતની વિચારી રહ્યા હતા. પણ 10 દિવસ પછી જ તેમનુ કેસર ફરી રીલેપ્સ થઈ ગયુ. 
 
4 સપ્ટેમ્બર 1966ને જબલપુરમાં જન્મેલા આદેશને પહેલા બ્રેક વર્ષ 1993માં આવેલ ફિલ્મ કન્યાદાનથી મળ્યો. 1994માં આઓ પ્યાર કરેના સંગીતથી તેમણે એક સંગીતકારના રૂપમાં ફિલ્મ જગતમાં પગ મુક્યો. થોડા જ સમય પછી આદેશ એક યંગ અને કાબિલ મ્યુઝિક કમ્પોજર અને સિંગરના રૂપમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા. આદેશ શરૂઆતથી જ મલ્ટી-ટેલેંટેડ હતા અને આ જ કારણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરવાની તક પણ મળી. 
 
પછી તેમણે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં ગીતની શરૂઆત પણ કરી. જાણીતા હોલીવુડ અને પૉપ સિંગર્સને સાથે અનેક વાર સ્ટેજ શેયર પણ કર્યુ છે. શકીરા હ્લ્ય કે પછી એકોન તેમને અનેક હસ્તિયો સાથે ગાવાની તક મળી. તે જાણીતા ટીવી શો સારેગામાપા માં જજના રૂપમાં જોવા મળ્યા. પણ થોડા સમય પછી જ તેમણે રિયાલિટી શો માં જવુ બંધ કરી દીધુ. તેમનુ માનવુ હતુ કે તેમને આ ટીવી શો માં પારદર્શિતા નહોતી. 
 
આદેશને અસલી ઓલળ 2000માં આવેલ રિફ્યુજી દ્વારા મળી. ફિલ્મમાં સંગીત આપવા માટે તેમણે આઈફા એવોર્ડ મળ્યો. ત્યારબાદ રહના હૈ તેરે દિલમે (2001), કભી ખુશી કભી ગમ(2001), બાગબાન(2003), અને રાજનીતિ (2010) માં તેમને તૈયાર કરેલ મ્યુઝિક ખૂબ જ લોકપ્રિય થયુ. 
 
આવી હતી શરૂઆત 
 
આદેશ શ્રીવાસ્તવે એક નાનકડા શહેરથી પોતાની યાત્રા શરૂ કરી હતી. તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં થયો હતો.  તેમના પિતા રેલવેમાં સુપરિટેંડેટ અને મા કોલેજમાં લેક્ચરર હતી. સંગીતમાં રસ હોવાને કારણે આદેશ બાળપણથી જ સંગીતની દુનિયામા પગ મુકી દીધો હતો. તેમણે શાળા કોલેજમાં જ્યારે પણ સંગીત પ્રદર્શન અને સીખવાની કોઈ તક મળતા તરત જ ત્યા પહોંચી જતા. 
 
આદેશે જતિન લલિતની બહેન અભિનેત્રી વિજ્યેતા પંડિત સાથે લગ્ન કર્યા. તેમના અવિતેશ અને અનિવેશ નામના બે પુત્રો પણ છે. 
 
આદેશના કેરિયરે ગતિ પકડી અને તેમની જીંદગીમાં મોટો ઝટકો લાગ્યો. 2011માં આદેશને જાણ થઈ કે તેમને બ્લડ કેંસર છે.  પહેલી વાર કેંસરની જાણ થયા પછી આદેશે કહ્યુ હતુ કે  એકદમ બીમાર પડવુ ખૂબ જ કષ્ટદાયક છે. જે લોકો સાથે મે વરસો કામ કર્યુ તેમના ઠંડા વલણ વધુ તકલીફ પહોંચાડે છે. જ્યારે હુ બીમાર થયો તો કોઈ મને મળવા ન આવ્યુ. 
 
મોંઘી કારોના હતા શોખીન 
 
અસલમાં આદેશ ડ્રાઈવિંગના શોખીન હતા. તે મોટાભાગે જુદી જુદી ગાડીઓ ડ્રાઈવ કરતા જોવા મળતા હતા. તેમણે હમર અને બૈટલી ડ્રાઈવ કરતો પોતાનો ફોટો પણ ફેસબુક પર શેયર કર્યો છે. 
 
સારવાર માટે પોતાની મનગમતી કારો વેચવી પડી 
 
વર્ષ 2011માં આદેશને કેંસરની બીમારીની અચાનક જાણ થતા આદેશ એકદમ એકલા પડી ગયા. દુર્ભાગ્યના એ દિવસોમાં આદેશ પાસે વધુ પૈસા પણ નહોતા. ત્યારે સારવાર માટે તેમણે પોતાની મોંઘી કારો વેચી દીધી. આ પ્રકારની પરિસ્થિતિ આ વખતે ફરી બની ગઈ હતી. જ્યારે તેમણે રોજ 12-12 લાખના ઈંજેક્શન લગાવવા પડી રહ્યા હતા.