શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 જુલાઈ 2021 (18:57 IST)

અલવિદા દિલીપ કુમાર : રાજકીય સન્માનની સાથે થઈ દિલીપ કુમારની અંતિમ યાત્રા, ભીની આંખોથી સાયરા બાનોએ આપી વિદાય

અભિનેતા દિલીપ કુમાર ભલે દુનિયાને અલવિદા કહી ગયા છે પણ તે પોતાની ફિલ્મો દ્વારા હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે.  આ તેમનુ જાદુઈ વ્યક્તિત્વ જ છે,જે ફક્ત ભારત જ નહી પરંતુ વિદેશોમાં પણ તેમની સારી એવી ફોલોઈંગ છે. આવામાં તેમના નિધનના સમાચાર દુનિયાભર માટ શોકની લહેર લઈને આવી છે.  તેમણે અંતિમવાર જોવા માટે અનેક ફિલ્મ અને રાજનીતિ સાથે જોડાયેલ હસ્તિઓ પહોંચી રહી છે.  એટલુ જ નહી દિલીપ સાહેબની એક ઝલક મેળવવા માટે તેમના ઘરની બહાર અનેક ફેંસ પણ એકત્ર થઈ ગયા છે. આવામાં તેમના અંતિમ દર્શનને યાદગાર બનાવવા માટે સીએમ ઉદ્ધવ ઠાકરએ ખાસ નિર્દેશ રજુ કરી દીધા છે. 
 
તિરંગામાં લપેટાયો પાર્થિવ શરીર 
 
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપેલા આદેશ મુજબ દિલીપકુમારની અંતિમ યાત્રા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થઈ.  અંતિમ યાત્રાની સામે આવેલી તસવીરોમાં, દિલીપકુમારનુ પાર્થિવ શરીર ત્રિરંગામાં લપેટાયેલુ જોવા મળ્યુ. તેમની આસપાસ અભિનેતાની અંતિમ ઝલક જોવા માતે મીડિયા અને ફેંસની હૂબ જ ભીડ જોવા મળી. આ બધા દરમિયાન કડક સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવ્યા હતા. 
 
આંખોમાં જોવા મળ્યુ દર્દ 

 
બીજી બાજુ દરમિયાન દિલીપ કુમારના દુખમાં ડૂબેલી પત્ની સાયરા બાનોની તસ્વીર પણ સામે આવી. તેમને પોતાના ચેહરાને માસ્કથી ઢાંકી રાખ્યુ હતુ. પણ તેમની આંખોમાંથી દુખ સ્પષ્ટ ઝલકી રહ્યુ હતુ. પતિને ગુમાવવાનુ દુખ લઈને સાયરા બાનો ખુદને જેમ તેમ કરીને સાચવતા બધી જવાબદારી પુરી કરતી જોવા મળી રહી હતી.