1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 16 ડિસેમ્બર 2020 (17:36 IST)

શુ લગ્ન કરી રહી એકતા કપૂર ? મિત્ર સંગ ફોટો શેયર કરી લખ્યુ - જલ્દી સરપ્રાઈઝ આપીશ, ફેંસના મનમાં ઉઠ્યા સવાલ

એકતા કપૂર
લાંબા સમયથી એકતા કપૂરે પોતાના રિલેશનશિપની વાત પર ચુપ્પી સાધી હતી. ભાઈ તુષાર કપૂર પછી એકતા કપૂરે સરોગેસી દ્વારા પુત્ર રવિનુ વર્ષ 2019માં વેલકમ કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર એકતા કપૂર ખૂબ એક્ટિવ રહે છે. પુત્ર સંગ ફોટોઝ શેયર કરી ફેન્સને સરપ્રાઈઝ આપે છે. તાજેતરમાં એકતા કપૂરે એક પોસ્ટ શેયર કરી ફેન્સને ચોંકાવી દીધા છે. 
 
એકતા કપૂરના મિત્ર તનવીર બુકવાલા સંગ એક સેલ્ફી પોસ્ટ કરી છે. કૈપ્શનમાં લખ્યુ, "અને અમે અહી પહોંચી જ ગયા. આપ સૌને હુ જલ્દી સમાચાર આપીશ." ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ અને મિત્ર એકતા કપૂરની ફોટો વિશે ચર્ચા કરી રહ્યા છે. ફેંસ ઉપરાંત તનવીરે પણ આ ફોટો પર કમેંટ કરી છે. તનવીરે લખે છે, આ દોસ્તીને હવે નામ આપવાનો સમય આવી ચુક્યો છે. 
 
એક ફેન્સે લખ્યુ, "હવે તમે પણ લગ્ન કરી રહ્યા છો શુ ? મારાથી નથી  જોવાતુ આ બધુ હવે. એક બીજા યુઝરે લખ્યુ, જવા દો અમને બધાને ખબર હતી, કદાચ આ તમારા પાર્ટનર છે એટલે જ તમે આવુ લખી રહ્યા છો. 
 
ઉલ્લેખની છે કે તનવીર બુકવાલા લેખક છે અને ડિંગ એંટરટેનમેંટના ફાઉંડર પણ. તનવીરના સોશિયલ મીડિયા પર પણ એકતા કપૂર સંગ અનેક ફોટોજ પોસ્ટ કરવામાં આવી છે. અનેકવાર ફોટો સાથે લખેલ કૈપ્શન દ્વારા તનવીરે એકતા સાથે રિલેશનશિપમાં રહેવાની વાત તરફ ઈશારો કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Erk❤rek (@ektarkapoor)