ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરે CM યોગી પર કર્યુ વિવાદિત નિવેદન, શિરીષ કુંદર વિરુદ્ધ FIR
બોલીવુડ નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરને યૂપીના નવા નિમાયેલા મુખ્યમંત્રી પર ટિપ્પણી મોંધી પડી. શિરીશના વિરુદ્ધ હજરતગંજ પોલીસ મથકમાં અભદ્ર ટિપ્પણીના મામલામાં એફઆઈઆર નોંધાઈ છે. શિરીશે એક ટ્વીટમાં યોગી અદિત્યનાથ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.