ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (11:18 IST)

Google એ doodle બનાવીને જાણીતા કન્નડ સુપરસ્ટાર રાજકુમારને તેમના 88માં જન્મદિવસ પર કર્યા યાદ

સ્વર્ગીય રાજકુમારનો જન્મ  24 એપ્રિલ 1929 ના રોજ કર્ણાટકમાં થયો. ફિલ્મી દુનિયામાં આવતા પહેલા તેમનુ નામ હતુ સિંગનલ્લુરુ પુટ્ટાસ્વમૈય્યા મુથુરાજૂ હતુ. 
 
ગૂગલે ડૂડલ બનાવીને જાણીતા કન્નડ સુપરસ્ટાર રાજકુમારને તેમના 88માં જન્મદિવસ પર યાદ કર્યા. 
 
આજે કન્નડ સુપરસ્ટાર રાજકુમારની 88મી જયંતી છે. આ અવસર પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને પોતાની રીતે યાદ કર્યા છે. ગૂગલે પોતાના ડૂડલમાં યુવા રાજકુમારને એક મૂવી થિયેટરના મોટા પડદા પર બતાવ્યા છે.  ભારતીય સિનેમાની જાણીતી હસ્તી કન્નડ અભિનેતા અને ગાયક રાજ કુમાર આ દુનિયામાં કોઈ પરિચયના મોહતાજ નથી. 
 
રાજકુમારે કલાકારીની દુનિયામાં જે સ્થાન મેળવ્યુ છે તેને આજે આખી દુનિયાના સિને પ્રેમી માને છે. તેમની આ લોકપ્રિયતાને જોતા ગૂગલે તેમની પેટિંગથી તમરા ડૂડલ બનાવી તેમને પોતાનુ સન્માન આપ્યુ છે. ગૂગલે પોતાના ડૂડલે જે રીતે રાજકુમારને રજુ કર્યો છે તે આ વ્યક્તિત્વ પર એકદમ યોગ્ય બેસે છે. વર્ષ 1954માં પોતાની પ્રથમ ફિલ્મથે એલઈને 2000માં અંતિમ ફિલ્મ સુધી તે ફિલ્મી સફરમાં 200થી વધુ ફિલ્મો કરનારા રાજકુમાર માટે ડૂડલ ફિટ બેસે છે. 
 
1983માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવેલ આ મહાન કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર સહિત દાદા સાહેબ ફાળકે અને અન્ય સિનેમાના બધા પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાને નામે કર્યા છે.  તેમને 3માંથી એક નેશનલ એવોર્ડ તેમની ગાયકી માટે મળ્યો હતો. રાજકુમારને ભારતીય સિનેમાના પ્રથમ મહાનાયક કહેવામાં આવ્યા કારણ કે તેમણે ક્યારેય પણ એક્ટિંગ સમયે ક્યારેય પણ પડદા પર ન તો દારૂ પીધુ કે ન તો ધૂમ્રપાન કર્યુ. અહી સુધી કે તેમણે કોઈપણ ફિલ્મમાં તેમણે કસમ ખાતા હૂ જેવા ડાયલોગ્સનો ઉપયોગ પણ ન કર્યો. 
 
 
રાજકુમાર તેમના ફેમસ ડાયલોગ્સ માટે જાણીતા હતા.. આજે પણ તેમના કેટલાક ડાયલોગ્સ લોકો ભૂલી શકતા નથી.. આવો જ જાણીએ તેમના ફેમસ ડાયલોગ્સ.. 
 
 
"જાની, યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહિ, હાથ કટ જાયે તો ખૂન નિકાલ આતા હે"..
''ચિનોય શેઠ, જીન કે ઘર શીશે કે હોતે હૈ, વહ દૂસરો કે ઘર પર પથ્થર ફેંકા નહીં કરતે.''
''ના તલવાર કી ધાર સે, ના ગોલિયોં કી બ્યોં છાર સે... બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદીગાર સે.''
''જાની.... હમ તુમ્હે મારેં ગે, ઔર જરૂર મારેંગે, પર બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હૌગા.''
 
'જાની' શબ્દ એ રાજકુમારનો પર્યાયવાચી શબ્દ બની ગયો હતો. તેઓ ડાયલોગ ડિલીવરીના રાજા કહેવાતા હતા. પૂરા ચાર દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઈલથી રૂઆબ છાંટનાર રાજકુમારને બોલિવૂડ એક 'અનકન્વેશનલ હીરો' તરીકે ઓળખાતા હતા.  તલવારકટ મુછો ગંભીર ચહેરો અને પથ્થર જેવી સખત આંખો હોવા છતાં એક્ટિંગને તેઓ બખૂબીથી જાણતા હતા. તેમના અવાજમાં એક પ્રકારની આગવી ''વોઈસ ક્વોલિટી'' હતી. તેમની ફિલ્મ ''તિરંગા''નો એક સંવાદ અને તેમાં રહેલો પંચ આજેય તેમના ચાહકોને યાદ છે : ''ના તલવાર કી ધારસે, ના ગોલિયોં કી બ્યોં છાર સે... બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદીગાર સે.''
 
ઈ.સ.૧૯૫૨માં તેમણે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી. સ્ક્રીન માટે તેમણે તેમનું નામ બદલીને રાજકુમાર રાખ્યું હતું. ફિલ્મ 'મધર ઈન્ડિયા'ની સફળતા બાદ રાજકુમારને ઘણી મોટી હિટ ફિલ્મો મળી હતી જેમાં (૧) શરારત (૨) દિલ અપના ઔર પ્રીત પરાઈ (૩) ઘરાના (૪) દિલ એક મંદિર (૫) વક્ત (૬) હમરાઝ (૭) નીલકમલ (૮) પાકિઝા (૯) લાલ પથ્થર (૧૦) હીર રાંઝા અને (૧૧) હિન્દુસ્તાન કી કસમ વગેરેનો સમાવેશ થાયછે. એ જમાનાના જબરદસ્ત લોકપ્રિય એક્ટર્સ સુનીલ દત્ત, શશી કપૂર, રાજેન્દ્રકુમાર, અને બલરાજ સહાની જેવા કલાકારોની સામે કામ કરવાની તક મળી હતી અને તે બધાની સામે મેદાન મારી ગયા હતા. ફિલ્મ ''વક્ત''નો ડાયલોગ લોકો હજુ યે ભૂલ્યા નથી : ''ચિનોય શેઠ, છુરી બચ્ચોં કે ખેલને કી ચીઝ નહીં હોતી. લગ જાતી હૈં તો ખૂન નીકલ આતા હૈ.''
 
આવો જ બીજો ફિલ્મ વક્તનો બીજો ડાયલોગ લોકોના હોઠ પર છે : ''ચિનોય શેઠ, જીન કે ઘર શીશે કે હોતે હૈ, વહ દૂસરો કે ઘર પર પથ્થર ફેંકા નહીં કરતે.''