Widgets Magazine
Widgets Magazine

બર્થડે સ્પેશ્યલ - સફળતાનું બીજુ નામ છે આમિર ખાન

મંગળવાર, 14 માર્ચ 2017 (15:40 IST)

Widgets Magazine

મંગળવારે 52 વર્ષના થઈ ગયા. આ વર્ષે પોતાના જનમ દિવસ પર મિસ્ટર પરફેક્શનિસ્ટ પાએ મોટા પડદા પરથી મળેલ ફિલ્મ 'દંગલ'ની સફળતા છે અને નાના પડદા પર નઈ સોચ સાથે ચાલનારી સ્ટોરી પણ. 'દંગલ' માં આમિરે પહેલવાન મહાવીર ફોગટની પુત્રીઓના સંઘર્ષની સ્ટોરી રજુ કરી તો એક ખાનગી ટીવી ચેનલ માટે પુત્રોની જેમ પુત્રીઓની સફળતાની નવા વિચારોને સમર્થન પણ કર્યુ. 
 
એ આમિર જેને વર્ષ 2015માં અસહિષ્ણુતા પર પોતાના નિવેદનના કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો છતા પણ આજે સફળતા અને નવા વિચારોએ તેમને લોકોની પસંદ બની ગયા. 
 
તેમણે ફિલ્મ થ્રી ઈડિયટસનો ડાયલોગ તેમના પર એકદમ ફિટ બેસે છે.  'કાબેલ બનો સફળતા તમારી પાછળ દોડશે.'
 
તેઓ એટલા કાબેલ છે કે તેઓ જે કરે છે તે વિશેષ લાગે છે. પણ તેઓ જાણે છે કે કાબેલિયત બતાવવા માટે પ્રમોશન જરૂરી છે. વર્ષ 2014માં આવેલ ફિલ્મ પીકે  પછી સુસ્ત પડેલા આમિર ખાન હરિયાણાના નાના શહેરના ચારરસ્તા પર તૂટી-ફૂટી હરિયાણવી બોલતા જોવા મળ્યા હતા.  
 
આમિર ભિવાની એક મધ્યમવર્ગીય પરિવારના લગ્નમાં વધુ પક્ષની તરફથી સામેલ થયા.  આમિરનુ ફૈટ ટૂ ફિટ કૈપેન વર્તમાન દિવસોમાં મીડિયાની ચર્ચામાં રહ્યુ. 
 
આમિર ખાનની સક્રિયતામાં જ તેમની સફળતાનુ રહસ્ય છિપાયેલુ છે. આ સક્રિયતાને બોલીવુડમાં પ્રમોશનલ ફંડા માનવામાં આવે છે. જેમા આમિર ખાન પોતના કામની જેમ જ એકદમ પરફેક્ટ માને છે.  એવુ લાગે છે કે પ્રમોશનનના આ ફંડા પર આમિરને એટલો વિશ્વાસ છે કે તેઓ એ માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે. 
 
દરેક ફિલ્મ માટે આમિર જુદી જુદી સ્ટ્રેટજી બનાવે છે. જે એકદમ નવી અને પ્રભાવી હોય છે. તેઓ હંમેશા વનમેન શો ના સ્ટાઈલમાં અમલી જામા પહેરાવે છે. 
 
19 ડિસેમ્બર 2014ના રોજ રજુ થયેલ ફિલ્મ પીકે ને પ્રમોટ કરવા માટે આમિરે ભોજપુરી શીખી હતી.  ફિલ્મના ફર્સ્ટલુક સાથે જ રજુ કરવામાં આવેલ મોશન પોસ્ટરમાં આમિર ભોજપુરી બોલતા જોવા મળ્યા.  આમિરે આ વાતને લઈને વધુ અધિક ઉત્સુકતા વધારવામા માટે તમારા ટ્વિટર એકાઉંટ પર ભોજપુરીમાં જ મેસેજ લખવાનું પણ શરૂ કરી દીધુ હતુ. જેના થી દર્શકોમાં તેમની ફિલ્મ પીકે પ્રત્યે ઉત્સુકતા બને. 
 
ફિલ્મના પ્રમોશન માટે આમિર ખાનના પુતળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે થિયેટર્સમાં મુકવામાં આવેલ અને જ્યારે પુતળા પાસે દર્શક ગયા તો આમિર તેમની સાથે ભોજપુરીમાં વાત કરતા દેખાયા.  ઉલ્લેખનીય છે કે આ પુતળામાં આમિરની રેકોર્ડિંગનો અવાજ હતો. 
 
ફિલ્મ ધૂમ 3ના પ્રમોશન દરમિયાન શરૂઆતમાં આમિર ગાયબ જોવા મળ્યા. જેને મીડિયાએ અને યશરાજ ફિલ્મ્સ અને તેમની વચ્ચે તનાવના રૂપમાં  દર્શાવ્યુ.  ક્લાઈમેક્સ પરથી પડદો ઉઠ્યો અને ત્રીજા રાઉંડમાં પ્રમોશનથી જ્યારે આમિર દરેક નાના-મોટા પડદાં પર પબ્લિક સાથે રૂબરૂ થયા તો તેમના આવવાના સમાચાર મીડિયામાં ખરેખર ખૂબ હોટ રહી. 
 
તેનાથી ફિલ્મ સતત ચર્ચાઓમાં બની રહી અને ફિલ્મને જોરદાર સફળતા મળી. આ બધુ આમિર ખાનની પ્લાનિંગનો એક ભાગ હતો. ફિલ્મ પીપલી લાઈવને પ્રમોટ કરવા માટે આમિરે ત્યારે મોંઘવારીનો સામનો કરી રહેલ લોકો સામે આ ફિલ્મનુ ગીત મહંગાઈ ડાયન ખાયત જાત હૈ.. ના ઓરીજિનલ સિંગર્સને ઈંટ્રોડ્યૂઝ કરવા ઉપરાંત મોલ્સ અને અનેક સ્થાનો પર લાઈવ પરફોરમેંસ કરાવ્યુ. 
 
એટલુ જ નહી આમિરે પોતે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન ડ્રમ વગાડીને પણ મીડિયા અને દર્શકોને અટ્રેક્ટ કર્યા. 'ગજની' ની રજુઆત પહેલા આમિરે તમામ ટાલિયાઓની ટોળી સાથે  પોતાની ફિલ્મનુ પ્રમોશન કર્યુ. ફિલ્મના પ્રમોશન માટે રસ્તા પર અસ્તરો લઈને પણ ફર્યા અને પોતાના કેટલાક ફેંસને ગજની હેયરસ્ટાઈલ બાનવીને છાપાઓમાં ખૂબ ચર્ચા મેળવી.  આખા શરીર પર ટેટૂ લગાવેલ પોસ્ટર જોઈને દર્શકો પહેલા જ ઉત્સાહિત હતા અને જ્યારે આમિરે તેમા પોતાની માર્કેટિંગ પ્લાનિંગ મિક્સ કરી લીધી તો આ ફિલ્મ બંપર હિટ રહી. 
 
ફિલ્મ થ્રી ઈડિયટ્સના પ્રમોશન દરમિયાન આમિરની વ્યવસાયિક વિચારો ચરમ પર જોવા મળ્યા. આમિર આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બહુરૂપિયાના રૂપમાં ધારણ કરી ઓટો રિક્ષામાં ફરતા જોવા મળ્યા.  તો ક્યારેક ગામની શાળામાં બાળકો વચ્ચે ચા લઈને પહોંચી ગયા. 
 
ફિલ્મ રજુ થતા પહેલા આમિર ખાન જુદા જુદા ગેટઅપમાં દેશના જુદા જુદા શહેરોમાં ફર્યા. આમિર ખાનનો ગેટઅપ ખરેખર એટલો નવો અને બનાવટી હતો કે કોઈ તેમને ઓળખી ન શક્યુ. 
 
ફિલ્મ "લગાન" માટે આમિરે જે માર્કેટિંગ ફંડો અપનાવ્યો તેને જોઈને બધા નવાઈ પામ્યા. "લગાન"ના પ્રમોશનમાં આમિર લગાનના બધા મુખ્ય પાત્રો સાથે ફિલ્મમાં અપનાવેલ ગેટઅપમાં જ વિવિધ મોલ્સ અને સાર્વજનિક સ્થાન પર ફર્યા. તેઓ મોલમાં લગાન ફિલ્મમાં અપનાવેલ ગેટઅપ સાથે જ ક્રિકેટ પણ રમ્યા. આ જોઈને દેખીતુ હતુ કે પબ્લિક ફિલ્મ સાથે કનેક્ટ થઈ ગઈ અને આમિરની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. 
 
એટલુ જ નહી આમિરે "લગાન"ની રજુઆત પહેલા ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાય છે કે સચિન તેંદુલકરને ફિલ્મ બતાવીને પણ ત્યારે ખૂબ ચર્ચા મેળવી. બોલીવુડમાં ફિલ્મ પ્રમોશન ફિલ્મના રોકાણનો જ એક ભાગ માનવામાં આવે છે અને તેના પર મોટી રકમ પણ ખર્ચ કરવામાં આવે છે.  પણ આમિરના વિચારો જુદા છે. 
 
ફિલ્મના વરિષ્ઠ સમીક્ષક અજય બ્રહ્માત્મજના મુજબ ફિલ્મની મેકિંગ પર આમિરનુ જેટલુ ધ્યાન હોય છે તેનાથી અનેકગણુ વધુ ધ્યાન તે ફિલ્મના પ્રમોશન પર આપે છે. આમિરે ફિલ્મ પ્રમોશન માટે એક ખાસ ટીમ બનાવી રાખી છે. જેમાં માર્કેટિંગ મીડિયા અને સ્ટ્રેટજી સાથે જોડાયેલ લોકો સામેલ છે.  આમિરની સ્ટ્રેટેજિકલ સમજ જ તેની ફિલ્મોને ખાસ બનાવી દે છે. 
 
આમિરની ફિલ્મોની માર્કેટિંગ એજંસી સ્પાઈસ ની પ્રમુખ શિલ્પા હાંડાના મુજબ "આ સંપૂર્ણ સ્ટ્રેટેજી મોટાભાગે આમિરના જ મગજની ઉપજ હોય છે.  જેને આપણે દરેક શક્ય રીતે જમીની સ્તર પર લાવવાની કોશિશ કરીએ છીએ. ક્યારેક ક્યારેક અમે અમારો આઈડિયા પણ તેમની સાથે શેયર કરીએ છીઈ. પણ એ તેમને પસંદગી પર નિર્ભર કરે છે." Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

પૂનમે બિકિનીમાં કલર સાથેની Hot તસવીરો અને વીડિયો કર્યો પોસ્ટ

તમામ તહેવારો પર પોતાના સેક્સી વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ ...

news

રાખી સાવંતનો ડ્રેસ બદલતા થયું વીડિયો થયું લીક

મુહફટ અને બડબોલી રાખી સાવંત લાંબા સમય પછી સિર્ખિયોમાં છે અને કારણે છે એક એમએમએસ વીડિયો ...

news

સંજય દત્તની 5 રોચક વાતો

29 જુલાઈ 1959ને જન્મેલા સંજય દત્તની પહેલી ફિલ્મ છે રૉકી જે 1981માં રિલીજ થઈ હતી. ફિલ્મના ...

news

સુરતમાં મચાવી ધૂમ, રંધાવા અને વિંદુ દારા સિંહએ માણી તેમના હિન્દી કૉમેડી નાટક દ્વારા

હિન્દી કૉમેડી નાટક 'હેલો ડાર્લિંગ' થોડા દિવસો અગાઉ ગુજરાતના સુરત ખાતે ભજવાયું હતું. જે ...