શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 ઑક્ટોબર 2024 (09:53 IST)

HBD Vinod Khanna- વિનોદ ખન્નાની અંતિમ ઈચ્છા... જે રહી ગઈ અધૂરી...

Vinod Khanna
હિન્દી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના પાકિસ્તાનના પેશાવર સ્થિત પોતાનુ પૂર્વજોનું ઘર જોવા માંગતા હતા. પણ તેમની આ ઈચ્છા પૂરી ન થઈ શકી.
 
વિનોદ ખન્નાનું ગુરૂવારે મુંબઈના એક હોસ્પિટલમાં અવસાન થઈ ગયુ હતુ.  તેઓ 70 વર્ષના હતા. ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં સાંસ્કૃતિક અનામત પરિષદના મહાસચિવ શકીલ વહીદુલ્લાએ 2014માં પોતાની ભારત યાત્રા દરમિયાન ખન્ના સાથે મુલાકાત કરી હતી.  તેમણે ઓટોગ્રાફમાં ખન્નાએ પેશાવરના લોકોને શુભકામનાઓ આપી હતી અને પોતાના પૂર્વજના શહેરની યાત્રા કરવાની ઈચ્છા બતાવી હતી. 
 
વહીદુલ્લાએ કહ્યુ, ખન્ના એ વિસ્તારને જોવા માટે પેશાવર જવા માંગતા હતા જ્યા તેમના માતા-પિતા અને પૂર્વજ રહેતા હતા. તેમણે પાકિસ્તાનની યાત્રા કરવા માટે આગ્રહ કર્યો હતો. પણ તેમને તેમા સફળતા ન મળી શકી. તેમણે કહ્યુ કે સાંસ્કૃતિક ઘરોહર પરિષદ ટૂંક સમયમાં જ ખન્નાના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરશે. 
 
જાણીતા ફિલ્મ ઈતિહાસકાર મુહમ્મદ ઈબ્રાહીમ જિયાએ કહ્યુ કે પેશાવરમાં ખન્નાના પૂર્વજોનું ઘર છે અને ઓલ પાકિસ્તાન વેમેંસ એસોસિએશન દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 
વિનોદ ખન્નાનો જન્મ 7 ઓક્ટોબર 1946માં પેશાવર, પાકિસ્તાનમાં થયો હતો. પણ વિભાજન પછી તેનો પરિવાર મુંબઈ આવીને વસી ગયા હતા. તેમના પિતા કિશનચિન્હ ખન્ના એક બિઝનેસમેન રહ્યા છે અને માતા કમલા ખન્ના એક હાઉસવાઈફ રહ્યા છે. 
 
વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી અનેક શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનુ નામ એવા એક્ટર્સમાં સામેલ હતુ જેમણે શરૂઆત તો વિલેનના પાત્રથી કરી પણ પછી હીરો બની ગયા. વિનોદ ખન્નાએ 1971માં સોલો લીડ રોલમાં ફિલ્મ હમ તુમ ઔર વો માં કામ કર્યુ હતુ.