શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (12:15 IST)

બોલીવુડમાં કોરોનાનો કહેર, ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાન ઓમિક્રોન વૈરિએંટથી સંક્રમિત, વીર દાસ અને ખુશી કપૂર કોવિડ પોઝિટિવ

દેશમાં એકવાર ફરી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં જ અનેક બોલીવુડ સેલેબ્સ પણ તેની ચપેટમાં આવી ચુક્યા છે. આ સેલેબ્સની લિસ્ટમાં હવે અભિનેતા ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાનનુ નામ પણ જોડાય ગયુ છે. સુજૈન ખાન કોરોનાના ઓમિક્રોન વૈરિએંટથી સંક્રમિત જોવા મળી છે. આ વાતની માહિતી તેમણે પોતે સોશિયલ મીડિયાપર પોસ્ટ શેયર કરી છે. 
 
ઓમિક્રોન વૈરિએંટે છેવટે મારા ઈમ્યુન સિસ્ટમમાં ઘુસણખોરી કરી લીધી 

 
સુજૈન ખાને પોતાનો એક ફોટો શેયર કરી લખ્યુ, કોવિડ 19 ને 2 વર્ષ સુધી માત આપ્યા પછી ત્રીજા વર્ષે 2022માં જીદ્દી ઓમિક્રોન વૈરિએંટે છેવટે મારા ઈમ્યૂન સિસ્ટમાં ઘુસણખોરી કરી લીધી છે. ગઈકાલે રાત્રે મારો કોવિડ 19 નો ઓમિક્રોન વૈરિએંટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપા કરીને સુરક્ષિત રહો અને સંપૂર્ણ લગનથી પોતાનો ખ્યાલ રાખો. આ ખૂબ સંક્રામક છે.