મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 30 એપ્રિલ 2020 (20:20 IST)

Irrfan Khan Sutapa love story: સુતાપાની આ ખાસિયત પર ફિદા થઈ ગયા હતા ઇરફાન

એક  કહેવત છે કે સાચો પ્રેમ કિસ્મતથી મળે  છે અને જે આ સાચા પ્રેમને સાચવીને રાખે છે, તેણે સમજો કે બધું પ્રાપ્ત કરી લીધું છે. ઇરફાન ખાન અને સુતાપા સિકદરની લવ સ્ટોરી પણ આવી જ રહી છે. એનએસડીના આંગણે શરૂ થયેલો પ્રેમ ઇરફાનના જીવનના અંત સુધી એક પથ્થરની જેમ અડગ રહ્યો.  ઇરફાન ખાન જ્યારે એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને નેશનલ સ્કૂલ ડ્રામા તરફથી .ઓફર મળી.  પછી તો  શું હતું ઇરફાન એનએસડી તરફ વળ્યો સ્કોલરશિપ માટે ઑડિશન આપવા અને તેમને સ્કૉલરશિપ મળી પણ ગઈ અને ઈરફાન એનએસડીમાં જોડાય ગયા. આવા જ એક દિવસે પ્રેકટિસ સેશન  દરમિયાન ઈરફાનની નજર એક યુવતી પર પડી. ઈરફાન બસ તેને જોતા જ રહી ગયા. ઈરફાનને ત્યારે ખબર નહોતી કે આ  યુવતી એટલે સુતાપા સિકંદર એક દિવસ તેમની જીવન સંગિની બનશે. સુતાપા આમ તો એક્ટિંગનો કોર્સ કરી રહી હતી પણ તે સ્ટોરી અને સ્ક્રીનપ્લે રાઈટિંગમાં પોતાનુ કેરિયર બનાવવા માંગતી હતી. 
 
ઈરફાનની હિમંત નહોતી થઈ રહી કે સુતાપા સાથે કેવી રીતે વાત કરે. છેવટે તેમણે હિમંત એકત્ર કરી અને વિચાર્યુ, ચાલો આજે ખુદની તેની સાથે મુલાકાત કરાવી જ દઉ છુ. બધુ જ ઈરફાના પ્લાન મુજબ ચાલી રહ્યુ હતુ.  બંનેના વિચાર, પસંદ-નાપસંદ બધુ એક જેવુ જ હતુ.  જોત જોતામાં બંને પાક્કા મિત્ર બની ગયા. 
 
ઇરફાન અને સુતાપાએ લગ્ન કરવાનું  પણ  નક્કી કરી લીધું હતું, પરંતુ પહેલા કેરિયર જોવાનુ હતુ.  તેથી લગ્ન થોડા સમય માટે ટાળવામાં આવ્યુ અને જ્યારે  બંનેએ કેરિયર બનાવી લીધુ ત્યારે 1995 માં તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા.
 
1993 ના ટીવી શો બનેગી અપની બાતમાં ઇરફાન અને સુતાપા બંનેએ સાથે કામ કર્યું હતું. સુતાપા શો ની પટકથા લેખક હતા, જ્યારે ઇરફાન અભિનય કરી રહ્યા હતા. આ પછી, બંને મિયાં-બીવીએ ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું.
 
જ્યારે ઇરફાનને કેન્સર છે એવી ખબર પડી ત્યારે સુતાપા એકદમ તૂટી ગઈ હતી. પરંતુ તેણે હિંમત ગુમાવી ન હતી અને તેણે ઇરફાનની પણ હિમંત તૂટવા દીધી નહી.  તે ઇરફાનમે સારવાર માટે લંડન ગઈ હતી. તેણે પોતાના પતિને બચાવવા કેરિયર દાવ પર લગાવ્યુ. 
 
સુખ અને દુ: ખથી ભરેલા દરેક મોડ પર ઇરફાન અને સુતાપા એકબીજાની સાથે મજબૂતીથી ઉભા રહ્યા. પરંતુ, આજે જ્યારે ઇરફાન ખાન આ દુનિયામાંથી દૂર  જતા રહ્યા છે ત્યારે સુતાપા અને તેના બાળકોની હાલત જોઈને દિલ દ્રવી ઉઠે છે.