ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (10:00 IST)

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Jacqueline Fernandez Building Fire Video: બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસની બિલ્ડિંગમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમા અભિનેત્રીની બિલ્ડિંગ ધુમાડાથી ભરાયેલી દેખાય રહી છે. બીજી બાજુ ફાયર બિગ્રેડની ગાડી પણ હાજર છે.  
 
કિચનમાં લાગી આગ 
મળતી માહિતી મુજબ જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગ બાંદ્રા પશ્ચિમના પાલી હિલમાં નવરોજ હિલ સોસાયટીમાં છે. જેવી જ આગ લાગવાની ઘટના બની, તરત જ ફાયર બિગ્રેડના ત્રણ બંબા અને એક બ્રીદિંગ વૈનને મોકલવામાં આવી. જો કે અત્યાર સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. સ્થાનીક લોકોનુ કહેવુ છે કે આગ બિલ્ડિંગની 13મા માળના એક રસોડામાં લાગી હતી.