જાણીતા અભિનેતા જવાહર કૌલના ચૌથા અનુષ્ઠાનનું આયોજન યારી રોડ (મુંબઈ) ખાતે સંપન્ન

jawahar kaul
મુંબઈ,| Last Modified શનિવાર, 20 એપ્રિલ 2019 (16:07 IST)

પહલી ઝલક, સાહિબ બીબી ઔર ગુલામ, શીશ મહલ, ગરીબી, ભાભી, પાપી, દેખ કબીરા રોયા, જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા જાણીતા અભિનેતા જવાહર કૌલનું મૃત્યુ 92 વરસની વયે 15 એપ્રિલ 2019ના તેમના યારી રોડ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ ખાતે આવેલા નિવાસસ્થાને થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અજય કૌલ અને ત્રણ પુત્રીઓ છે. જવાહર કૌલના નિધનોપરાંત ચૌથા સમારોહનું આયોજન 18 એપ્રિલ 2019ના ચિલ્ડ્રન વેલફેયર સેન્ટર હાઇસ્કૂલ, યારી રોડ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ અવસરે બૉલિવુડની અનેક હસ્તીઓ, રાજકારીણીઓ અને સમાજસેવકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
jawahar kaul
આ અવસરે શબનમ કપૂર, લલિત કપૂર, સુજાતા વાધવા, અનુપ વાધવા, અનિતા પટેલ, હિતેન પટેલ, સંદીપ, અમિત, સૂરજ, પ્રર્થના, પ્રાપ્તિ , અનુરાધા, સનાતન,આંચલ, આમના ,કુણાલ, તનીષા, આર્યન, સુષમા, પ્રશાંત કાશિદ ઉપસ્થિત રહ્યા હતા. એ સાથે તેમણે સદગત જવાહર કૌલના આત્માની શાંતિ માટે પ્રર્થના કરવાની સાથે શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી. જવાહર કૌલના પરિવારની તમામ સભ્યોએ તથા તેમની દીકરી શબનમ કપૂર સૌનો આભાર માન્યો હતો.
jawahar kaulઆ પણ વાંચો :