રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2023 (13:21 IST)

Kareena Kapoor:કરીના કપૂરએ કર્યુ ફેંસની સાથે ખરાબ વર્તન? ઈફોસિસના કો ફાઉંડરે કર્યુ મોટો દાવો

kareena
કરીના આ દિવસો  દ ક્રૂની શૂટિંગ કરી રહી છે. ફિલ્મના એક લાંબો શેડ્યુલ પૂરો થઈ ગયુ છે અને એકટ્રેસા તેમના પરિવારની સાથે રજાઓ પર છે. 
 
નારાયણા મૂર્તિ ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે. હાલમાં જ ઈન્ફોસિસના કો-ફાઉન્ડરે બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર વિશે એક મોટો ખુલાસો કર્યો છે. એક ઈવેન્ટ દરમિયાન તેણે ફ્લાઈટની એક ઘટના યાદ કરી જેમાં તે કરીના કપૂર ખાન સાથે હતો. જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
 
વીડિયોમાં બિઝનેસમેન કહેતો જોવા મળી રહ્યો છે, 'તે દિવસે હું ફ્લાઈટમાં હતો અને લંડનથી પરત ફરી રહ્યો હતો. આ જ ફ્લાઈટમાં કરીના કપૂર ખાન પોતાની સીટ પર બેઠી હતી. ઘણા લોકો તેમની પાસે આવ્યા અને હેલો કહ્યું. તેણે જવાબ આપવાની પણ તસ્દી લીધી નહીં.
 
જોકે, બિઝનેસમેનની પત્ની સુધા મૂર્તિએ કરીનાનો બચાવ કરવા માટે વીડિયોમાં દરમિયાનગીરી કરી અને કહ્યું કે તે થાકી ગઈ હશે.