સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (12:28 IST)

ફિલ્મ કેદારનાથનુ પ્રથમ પોસ્ટર રજુ થયુ, સુશાંત-સારાની જોવા મળી અલગ કેમિસ્ટ્રી

એક્ટર સૈફ અલી ખાનની પુત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ કેદારનાથ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનુ પહેલુ પોસ્ટર રજુ કરવામાં આવ્યુ. પોસ્ટરમાં સુશાંતની પીઠ પર સારાને લઈને પર્વત પર ચઢતા દેખાય રહ્યા છે. આ દરમિયાન સારા અલી ટ્રેડિશનલ અવતારમાં છે અને સ્માઈલ કરી રહી છે. પોસ્ટર સાથે જ ફિલ્મની રજુઆત ડેટનુ પણ એલાન કરવામાં આવ્યુ છે. અ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રજુ થશે.  આ પોસ્ટરને ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરે પોતાના ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યુ છે.  આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ - કોઈપણ વિપદા પ્રેમને હરાવી શકતી નથી. અ સાથે જ તેમણે જણાવ્યુ કે ફિલ્મનુ ટીઝર પણ રજુ થશે. 
 
ફિલ્મની વાત કરીએ તો તેમા એક લવ સ્ટોરી બતાવી છે જે 2013માં કેદારનાથમાં આવેલા ભયાનક પૂરના બેકગ્રાઉંડ પર બની છે.  ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂર અને સારા અલી ખાન મુખ્ય પાત્રમાં છે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર છે.