શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (16:50 IST)

ઓસ્કરની રેસમાં સામેલ થઈ "લાપતા લેડીઝ', ખુશીથી ગદ્દગદ્દ થઈ કિરણ રાવ, આ લોકોનો કહ્યુ સ્પેશ્યલ થૈંક્સ

કિરણ રાવના નિર્દેશનમાં બનેલી લાપતા લેડીઝ આ વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રજુ થઈ હતી. જેને દર્શકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મના કન્ટેટની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને 2024ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક બની. હવે ફિલ્મની ભારત તરફથી ઓસ્કર એવોર્ડ્સમા ઓફિશિયલ એંટ્રી થઈ ગઈ છે.  ઓસ્કર 2025 માટે ભારતની સત્તાવાર એંટ્રી નુ એલાન કરી દેવામાં આવ્યુ.  જેમા આમિર ખાન પ્રોડક્શન્સમાં બનેલી લાપતા લેડીઝનો પણ સમાવેશ છે.  ફિલ્મની નિર્દેશક કિરણ રાવે પણ પોતાની ફિલ્મને એકેડમી એવોર્ડ્સ માટે મળેલ નોમિનેશન  પર પ્રતિક્રિયા આપી છે. 
 
કિરણ રાવનુ ડ્રીમ પ્રોજેક્ટ હતી લાપતા લેડીઝ  
કિરણ રાવે પોતાના ડ્રીમ પ્રોજેક્ટની ઓસ્કર 2025માં એંટ્રી બદલ ખુશી વ્યક્ત કરી અને કહ્યુ - 'હુ ખૂબ જ સન્માનિત અને આનંદ અનુભવી રહી છુ કે અમારી ફિલ્મ "લાપતા લેડીઝ"ને એકેડેમી એવોર્ડ્સ માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ સન્માન મારી આખી ટીમની મહેનતને દર્શાવે છે, જેમના સમર્પણ અને જુસ્સાએ આ સ્ટોરીને જીવંત બનાવી છે. સિનેમા હંમેશા લોકોને કનેક્ટ કરવા, સીમાઓને પાર કરવા અને મહત્વપૂર્ણ વાતચીત શરૂ કરવાનો એક મજબૂત માર્ગ બની રહ્યો છે. હુ આશા કરુ છુ કે આ ફિલ્મ દુનિયાભરના દર્શકોને ગમશે. જે રીતે ભારતમાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામા આવી.  
 
લાપતા લેડીઝની ઓસ્કાર એન્ટ્રીથી આસમાન પર છે કિરણ રાવ
'હું સિલેક્શન કમિટી અને આ ફિલ્મમાં વિશ્વાસ કરનારા દરેકનો આભાર માનું છું. આ વર્ષે ઘણી બધી અદ્ભુત ભારતીય ફિલ્મોમાં પસંદગી પામવી એ એક મોટું સન્માન છે, જે તમામ આ માન્યતાને પાત્ર છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Rao (@raodyness)

 
આમિર ખાન પ્રોડક્શન્સને કહ્યુ સ્પેશલ થૈક યૂ 
 
આમિર ખાન પ્રોડક્શનનો ખાસ આભાર કહ્યું
'હું આમિર ખાન પ્રોડક્શન્સ અને Jio સ્ટુડિયોનો આ વિઝનમાં મજબૂત સમર્થન અને વિશ્વાસ માટે મારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. આવા પ્રતિભાશાળી અને જુસ્સાદાર પ્રોફેશનલ્સની ટીમ સાથે કામ કરવું એ સન્માનની વાત છે જે આ વાર્તા કહેવાની મારી પ્રતિબદ્ધતાને શેર કરે છે. હુ પુરી કાસ્ટ અને ક્રૂ નો પણ આભાર માનુ છુ, જેમના ટેલેંટ, ડેડીકેશન અને સખત મહેનતે આ ફિલ્મને પોસિબલ બનાવી. આ યાત્રા આ શાનદાર કોલૈબોરેશન અને ગ્રોથથી ભરેલો અનુભવ રહ્યો છે.  
 
કિરણ રાવનો દર્શકો માટે ખાસ સંદેશ
'હું દર્શકોને કહેવા માંગુ છું કે તમારો પ્રેમ અને સમર્થન અમારા માટે બધું જ છે. આ ફિલ્મમાંનો તમારો વિશ્વાસ અમને ફિલ્મ નિર્માતાઓ તરીકે સર્જનાત્મક સીમાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. આ અદ્ભુત સન્માન માટે ફરી એકવાર આભાર. અમે આ સફરને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.