શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 21 એપ્રિલ 2018 (17:10 IST)

25 વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે આજે લગ્ન કરશે મિલિંદ સોમન

છેવટે એ દિવસ આવી ગયો જેની મિલિંદ સોમના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જી હા મિલિંદ પોતાની 25 વર્ષ નાની ગર્લફ્રેંડ અંકિતા કુંવર સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.  તે પણ 21 એપ્રિલના રોજ. મીડિયા રિપોર્ટસ મુજબ બંનેના લગ્ન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી થોડા કિલોમીટર દૂર બીચ કિનારે વસેલા અલીબાગમાં થઈ શકે છે. 
જી હા 21 એપ્રિલના રોજ સવારે જ મિલિંદ અને અંકિતાના પીઠી સેરેમનીની ફોટોઝ વાયરલ થઈ રહી છે. આ ફોટોઝમાં બંને ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. એક ફોટોમાં તો બંનેને ડાંસ કરતા પણ જોઈ શકાય છે. આ અવસર પર જ્યા મિલિંદ સોમન સફેદ કૂર્તા-ધોતીમાં જોવા મળ્યા તો બીજી બાજુ અંકીતા પીળા રંગના સુંદર લહંગામાં જોવા મળી. આ પહેલા બંનેના મહેંદી સેરેમનીના ફોટો પણ સામે આવી ચુક્યા છે.