રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (16:25 IST)

નાના પાટેકરની માતા નિર્મલાનો 99 વર્ષની ઉમ્રમાં નિધન

બૉલીવુડ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલાનો 29 જાન્યુઆરીની સવારે નિધન થઈ ગયું. નિર્મલા પાટેકર 99 વર્ષની હતી. વધાતી ઉમ્રના કારણે નાના પાટેકરની માતાની યાદશક્તિ નબળી થઈ ગઈ હતી. તેના સગાઓને ઓળખબું બંદ કરી નાખ્યું હતું. 
 
તેની માતાના નિધનથી નાના પાટેકરને આઘાત લાગ્યું છે. નાના તેની માતાને લઈને બહુ ચિંતા કરતા હતા. તેથી તે 1 બીએચકે ફ્લેટમાં તેની સાથે જ રહેતા હતા. નાના પાટેકર માટે સૌથી વધારે દુખની વાત આ રહી કે જે સમયે તેની માતની અંતિમ શ્વાસ લીધી તે સમયે તેની સાથે ન હતા. 
 
નિર્મલા પાટેકરનો અંતિમ સંસ્કાર મુંબઈના ઓશીવારા શમશાન ઘાટે કર્યું. આ દુખના સમયમાં આખું પરિવાર એક સાથે હતું. આ દુખના અવસરે બોલીવુડ અને મરાઠી સિનેમાના ઘણા કળાકાર નાના પાટેકરની સાથે આવ્યા. 
 
નાનાએ માત્ર 28ની ઉમ્રમાં તેના પિતા ગજાનન પાટેકરને ગુમાવ્યું હતું. નાના પાટેકર પર કેટલાક દિવસો પહેલા યૌન શોષણના આરોપ લાગ્યા હતા. તે પછી તેન સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી.