ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2023 (16:53 IST)

Pankaj Tripathi Father's Death: 'ઓએમજી 2' ની સફળતા વચ્ચે પંકજ ત્રિપાઠીને મોટો ફટકો

અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું નિધન થયું છે. અભિનેતાના પરિવારમાં શોકનો માહોલ છે. પંકજના પિતા બનારસ ત્રિપાઠીનું બિહારના તેમના મૂળ ગામ બાલસંદમાં નિધન થયું હતું. પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારી 99 વર્ષના હતા. બીજી તરફ પિતાના નિધનના સમાચાર મળતા જ પંકજ ત્રિપાઠી ગોપાલગંજ જવા રવાના થઈ ગયા છે.

 
આ દિવસે થશે અંતિમ સંસ્કાર 
વધતી વયને કારણે પંકજ ત્રિપાઠીના પિતાને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ રહી હતી. જેને કારણે 99 વર્ષની વયમાં તેમના શ્વાસ થંભી ગયા.  પંકજ ત્રિપાઠીની ટીમે તેમના પરિવારની તરફથી એક ઓફિશિયલી સ્ટેટમેંટ રજુ કર્યુ છે. આ ઓફિશિયલી સ્ટેટમેંટમાં બતાવાયુ છે કે બનારસ તિવારીના અંતિમ સંસ્કાર આજે તેમના નિકટના લોકોની હાજરીમાં કરવામાં આવશે. 
 
પંકજ ત્રિપાઠીના પિતાનુ સપનુ 
ઓએમજી - 2 ના અભિનેતા એક ઈંટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો હતો કે તેમના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ એક્ટિંગમાં પોતાનુ કરિયર બનાવે. તેમના પિતાનુ સપનુ હતુ કે તેઓ ડોક્ટર બનીને લોકોની સેવા કરે.  
 
પંકજ ત્રિપાઠીની પ્રોફેશનલ લાઈફ  
પંકજ ત્રિપાઠીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'OMG 2'માં અક્ષય કુમાર અને યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. સની દેઓલની ફિલ્મ 'ગદર 2'માં 'OMG 2'થી જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.