મંગળવાર, 19 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 17 ઑક્ટોબર 2016 (13:09 IST)

અનુરાગ કશ્યપે PM મોદી પર આંગળી ચીંધી... સોશિયલ મીડિયા પર આલોચના

ફિલ્મકાર અનુરાગ કશ્યપે પાકિસ્તાની કલાકારોથી સજેલી ફિલ્મોની રજુઆત પર રોક સાથે જોડાયેલ વિવાદમાં મોદીને ઘેરતા કહ્યુ કે જ્યારે ભારતીય ફિલ્મકારોને દંડિત કરવામાં આવે છે તો પ્રધાનમંત્રીએ પણ પોતાના લાહોરના પ્રવાસ પર માફી માંગવી જોઈએ. 
 
ફિલ્મ પર લટકી તલવાર 
 
ઉરી આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારો સાથે જોડાયેલી ફિલ્મો મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કર્ણાટકમાં ન બતાવવાના ભારતીય સિનેમાના માલિક પ્રદર્શક સંઘ (સી.ઓ.ઈ.એ.આઈ)ના નિર્ણયથી કરણ જોહરની અગામી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ની રજૂઆત પર સવાલ ઉભો થઈ રહ્યો છે.  ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન એક ખાસ ભૂમિકામાં છે. 
 
PM મોદી પર ઉઠાવ્યો સવાલ 
 
કશ્યપે કહ્યુ કે પોત-પોતાની ફિલ્મોનુ શૂટિંગ પૂર્ણ કરી ચુકેલ ફિલ્મકાર જ રોકનો સામનો કેમ સહન કરે. તેમણે ટ્વિટર પર લખ્યુ "નરેન્દ્ર મોદી સર, તમે પાકિસ્તાની પ્રધાનમંત્રીને મળવા માટે (ગયા વર્ષે) 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવેલ પોતાની મુલાકાતને લઈને અત્યાર સુધી માફી કેમ નથી માંગી. એ સમયે કરણ જોહર પણ પોતાની ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા. કેમ ? "
 
અશોક પંડિતનો જવાબ 
 
અનુરાગ કશ્યપના આ જ ટ્વીટસ પર તેમને અશોક પંડિતે જવાબ આપ્યો. અશોક પંડિતે ટ્વિટર પર લખ્યુ, "હુ તમારી કુંઠા અને દુખને સમજી શકુ છુ. કારણ કે તમે તો નરેન્દ્ર મોદીને પીએમના રૂપમા ન જોવા માટે એક મેમોરેંડમ પણ સાઈન કર્યુ હતુ." પંડિતે લખ્યુ, 'પાક એક્ટર્સ  ભારતમાં તેમના ગૉડ ફાધર્સ અને એક આમ આદમીની પ્રતિક્રિયા પર કેમ છે."  તેમણે લખ્યુ, 'મને આશ્ચર્ય થશે જો તમને ઉરી હુમલાની નિંદાનો સમય મળી જાય.' 

અભિનેતા પરેશ રાવલે પોતાના ટ્વીટમાં અનુરાગની આ વાતને નિરાશાજનક બતાવી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણનુ ઉદાહરણ આપતા કહ્યુ કે કોઈએ તેમને ત્યારે માફી માંગવા નહોતુ કહ્યુ જ્યારે તેઓ યુદ્ધ પહેલા શાંતિ દૂત બનીને હસ્તિનાપુર ગયા હતા.'