મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (14:53 IST)

ફેમસ એક્ટર આર માધવનને મળી મોટી જવાબદારી, બન્યા FTIIના નવા પ્રમુખ

R madhvan
R madhvan
 સાઉથની ફિલ્મોના મોટા સ્ટાર અને ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા આર માધવનને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. માધવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેની તાજેતરની ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટને નેશનલ એવોર્ડ મળ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હવે આર માધવનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તેમને FTIIના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
 
મોટાભાગે સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આર માધવનની હિન્દી ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ વિશે ઘણી ચર્ચા મેળવી હતી. ચાહકોને આ ફિલ્મના બંને ભાગ ખૂબ જ પસંદ આવ્યા. હવે આર માધવનને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને FTIIના પ્રમુખ અને ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમાચાર માહિતી અને પ્રસારણ મંત્રાલયે શેર કર્યા છે. અનુરાગ ઠાકુરે આ માટે આર માધવનને અભિનંદન પાઠવ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે અગાઉ દિગ્ગજ ફિલ્મ નિર્માતા શેખર કપૂર આ પદ પર હતા. તેમનો કાર્યકાળ 3 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થયો. હવે આ પદ પર આર માધવનને સ્થાન આપવામાં આવ્યું છે. માધવને આ પ્રસંગે અનુરાગ ઠાકુર સહિત તમામનો આભાર પણ માન્યો હતો. આર માધવને અનુરાગ ઠાકુરને સંબોધતા લખ્યું - આ વિશેષ સન્માન માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ તમારી બધી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.