શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (15:56 IST)

રાખી સાવંતની મોડેલ મિત્રએ ડાયરેક્ટરને લાફો માર્યો

અભિનેત્રી અને આઈટમ ગર્લ રાખી સાવંત એકવાર ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે તે પોતાને માટે નહી પણ પોતાની એક મોડલ મિત્રને લઈને ચર્ચામાં છે. 
 
એક રિપોર્ટ મુજબ રાખી સાવંતની એક મોડલ મિત્રએ ફિલ્મ ડાયરેક્ટર સચિન શર્માને સાર્વજનિક રૂપે સ્ટેજ પર લાફો મારી દીધો.  આ ઘટના ગુરૂવારે મુંબઈમાં એક મ્યુઝિક લાંચ પાર્ટી દરમિયાન બની. સૌની સામે મોડલે ડાયરેક્ટર સાથે હાથાપાઈ કરી અને તેને લાફો માર્યો. રાખીની મિત્રએ ડાયરેક્ટર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે.  મોડલને રાખી સાવંતની મિત્ર બતાવાય રહી છે.  આ હંગામો થયો ત્યારે રાખી સાવંત પણ સ્ટેજ પર હાજર હતી. 
 
કેસ વધતા રાખીને વચ્ચે પડવુ પડ્યુ અને તે પોતાની મિત્ર સાથે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પર પહોંચી. રાખીની મિત્રનુ નામ મનીષા છે. મનીષાએ આ ફિલ્મમાં કામ નથી કર્યુ.  જ્યારે કે રાખીએ આમા આઈટમ સોંગ કર્યુ છે.  સિનેમાની નવી એક્ટ્રેસ મનીષાએ ડાયરેક્ટર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે.  રાખી અને તેની મિત્રે ડાયરેક્ટર વિરુદ્ધ કાસ્ટિંગ કાઉચ અને ઉત્પીડનનો આરોપ લગાવતા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે માહિતગારો મુજબ રાખીની મિત્રએ મીડિયા સાથેની  વાતચીતમાં કહ્યુ કે ડાયરેક્ટરે તેને કહ્યુ કે જો તે મારી વાત માની લીધી હોત તો આજે ફિલ્મમા રાખીના સ્થાન પર તુ હોત. 
 
પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સાંતાક્રૂઝ પોલીસમથકમાં ક્રોસ એફઆઈઆર નોંધાવી લીધી છે.