શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (12:46 IST)

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા ફરાર ઘોષિત

Former mp jayaprada
રામપુરની પૂર્વ સાંસદ જયાપ્રદાને કોર્ટે ફરીથી મોટો ફટકો આપ્યો છે. આચાર સંહિતા ઉલ્લંઘનના બે મામલામાં ફરાર જાહેર કરતા તેમની ધરપકડનો આદેશ કરવામાં આવ્યો છે. હવે ધરપકડ માટે સીઓના નેતૃત્વમાં ટીમની રચના કરવામાં આવશે. ટીમને છ માર્ચના રોજ પૂર્વ સાંસદને કોર્ટમાં રજુ કરવા પડશે. 
 
2019માં થયેલ લોકસભા ચૂંટણી દરમિયાન પૂર્વ સાંસદ જયાપ્રદા વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનમાં આચાર સંહિતાના ઉલ્લંઘનના બે મામલા નોંધવામાં આવ્યા હતા. તેમની વિવેચના પછી પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. સ્વારમાં નોંધાયેલ એક મામલામાં સાક્ષી પુરી થઈ ચુકી છે. જ્યારે કે કેમરીના મામલે સાક્ષી થવા બાકી છે. 
 
આ મામલામાં જયાપ્રદાનુ નિવેદન નોંધવાનુ હતુ પણ પૂર્વ સાંસદ જયાપ્રદા 16 ઓક્ટોબર 2023થી કોર્ટમાં હાજર નથી થઈ રહી. ત્યારબાદ કોર્ટ તરફથી સાત વાર બિન જામીની વોરંટ જાહેર કરવામાં આવ્યુ. એસપીને પણ પત્ર લખીને તેમની ધરપકડ સુનિશ્ચિત કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. 
 
કોર્ટે જામીની વિરુદ્ધ પણ પત્રાવલી ખોલી હતી પણ પૂર્વ સાંસદ કોર્ટમાં હાજર ન થઈ. મંગળવારે એમપીએમએલએ મેજેસ્ટ્રેટ ટ્રાયલ કોર્ટે પૂર્વ સાંસદ જયાપ્રદાને કોર્ટમાં હાજર ન થવ પર તેમને ફરાર જાહેર કરી દીધા છે. 
 
સાથે જ તેના વિરુદ્ધ ફરીથી બિન જામીની વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે. કોર્ટે એસપીને પત્ર લખીને આદેશ આપ્યો છે કે પૂર્વ સાંસદની ધરપકડ માટે સીઓ સ્તરના ઓફિસરના નેતૃત્વમાં ટીમ બનાવીને છ માર્ચના રોજ કોર્ટમાં રજુ કરે. 
 
વરિષ્ઠ અભિયોજન અધિકારી અમરનાથ તિવારીએ કોર્ટને પૂર્વ સાંસદ જયાપ્રદાને ફરાર જાહેર કરી દીધા છે. તેમના વિરુદ્ધ ધારા 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરી છે. એસપીને પત્ર લખીને આદેશ આપ્યો છે કે સીઓના નેતૃત્વમાં ટીમ બનાવીને પૂર્વ સાંસદની ધરપકડ કરી છ માર્ચના રોજ કોર્ટમાં રજુ કરવાનો આદેશ આપ્યો છે.