શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2017 (14:51 IST)

રણબીર કપૂર આ વર્ષે આ એક્ટર સાથે ઉજવશે વેલેન્ટાઈન ડે

રણબીર કપૂર
બોલીવુડ એક્ટર રણબીર કપૂરની લાખો યુવતીઓ ધેલી છે. પણ શુ તમે જાણો છો કે તેઓ ખુદ એક એક્ટરના દિવાના છે. જી હા રણબીર આ એક્ટરના એટલા દિવાના છે કે તેઓ આ વેલેન્ટાઈન ડે પર તેમની સાથે જ રહેવાના છે.  ઉલ્લેખનીય છે કે આ એક્ટર બીજુ કોઈ નહી પણ સંજય દત્ત છે. આ પહેલા કે તમે કશુ વધુ વિચારો તમને બતાવી દઈએ કે રાજકુમાર હિરાની દ્વારા ડાયરેક્ટ સંજય દત્તની બાયોપિકની શૂટિંગ 14 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.  જે કારણે સંજય અને રણબીર બંને ફિલ્મને કારણે સાથે રહેશે. 
 
ઉલ્લેખનીય છે કે રણબીર આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને હવે તેઓ આ ફિલ્મ માટે તૈયાર થઈ ગયા છે. રણબીર આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે. કારણ કે આ ફિલ્મ દ્વારા તેઓ પોતાના આઈડલની બાયોપિકમાં કામ કરવાના છે. 
 
રણવીરની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' રજુ થવા જઈ રહી છે. અનુરાગ બાસુ દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મમાં રણબીરની અપોજીટ કેટરીના કેફ લીડ રોલમાં છે.