રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (17:43 IST)

Jab Harry Met Sejal - આ 7 કારણોથી તમારે શાહરૂખ-અનુષ્કાની આ ફિલ્મ જોવી જોઈએ

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ જબ હૈરી મેટ સેજલ 4 તારીખે રજુ થઈ રહી છે.  જ્યારથી આ ફિલ્મનુ ટ્રેલર આવ્ય છે ત્યારથી જ લોકોની તેમને માટે એક્સાઈટમેંટ વધી ગઈ હતી.  ત્યારબાદ ફિલ્મના ટ્રેલરના મિની ટ્રેલર રજુ કરવામાં આવ્યા જેમને વધુ એક્સાઈટેડ કરી દીધુ. ફાઈનલી ફરી રજુ થયુ આનુ ઓફિશિયલ ટ્રેલર જ્યારબાદ શાહરૂખ અનુષ્કાએ જે દિવાના બનાવી દીધા તેનુ શુ કહેવુ.. આ બંનેની સાથે સાથે ફિલ્મના ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી ખાન પણ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે અને હવે ફાઈનલી ફિલ્મના રજુ થવામાં બસ ત્રણ દિવસ બચ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન યૂરોપના એક ટૂઅર ગાઈડનુ પાત્ર ભજવી રહ્યા છે અને અનુષ્કા શર્મા છે એક ગુજરાતી યુવતી જે યૂરોપ ફરવા આવી છે. 
 
અમે અહી તમને બતાવીશુ કે છેવટે આ ફિલ્મમાં શુ ખાસ છે જેને માટે આપણને આટલી એક્સાઈટમેંટ થઈ રહી છે.  ચાલો જાણીએ એ કારણો જે તમને આ ફિલ્મ જોવા મજબૂર કરી દેશે.. 
 
શાહરૂખ ખાન રોમાંસના કિંગ - આ ફિલ્મની સૌથી ખાસ વસ્તુ છે તો તે ખુદ શાહરૂખ ખાન જ છે.  શાહરૂખ છે રોમાંસના કિંગ તો તમને  એ જ શાહરૂખ ફરી એકવાર જોવા મળશે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા શાહરૂખની ફિલ્મ રઈસ રજુ થઈ હતી.  જેમા તેમણે ગ્રે શેડ કેરેક્ટર ભજવ્યુ હતુ અને આ પહેલા આવી હતી ડિયર જીદગી જેમા તેમને આલિયા ભટ્ટના ડોક્ટરનો રોલ ભજવ્યો હતો. હવે ઘણા સમય પછી અમને એ જ રોમાંટિક શાહરૂખ પરત ફરતો દેખાય રહ્યો છે. 
 
અનુષ્કા શર્માનો ગુજરાતી અવતાર - બીજી બાજુ અનુષ્કા શર્મા જ્યારે પણ આવે છે કોઈને કોઈ ધમાકો જરૂર કરે છે. જે રીતે સુલ્તાનમાં એક હરિયાણવી પહેલવાનનું પાત્ર ભજવીને અનુષ્કાએ ધમાકો કર્યો હતો.. હવે તે પોતાના ગુજરાતી લહેજાથી ખૂબ એંટરનેટ કરશે.. ટ્રેલરમાં અનુષ્કાનો લહેજો જોઈને એક્સાઈટમેંટ વધી ગઈ છે. 
શાહરૂખ અનુષ્કાની કેમિસ્ટ્રી - આ પહેલ પણ શાહરૂખ અને અનુષ્કા એક સાથે કામ કરી ચુક્યા છે. રબ ને બના દી જોડી અને જબ તક હૈ જાન જેવી ફિલ્મોમાં બંનેની કૈમીસ્ટ્રી શાનદાર રહી હતી. તો હવે જોવાનુ એ છે કે આ બંને આ ફિલ્મમાં શુ ધમાકો કરે છે. 
 
ઈમ્તિયાજ અલીની ફિલ્મ - જો ફિલ્મના ડાયરેક્ટર જ્યારે ઈમ્તિયાજ અલી છે તો આ ફિલ્મની રાહ કેમ ન જોવાય.. હંમેશાથી જ ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે ઈમ્તિયાજ એ રીતે રમી જાય છે કે જ્યારે ફિલ્મ બનીને સામે આવે છે તો બસ તાલીઓ જ વાગે છે. 
 
શાનદાર લોકેશન - બીજુ એક કારણ ફિલ્મની લોકેશન પણ છે.  ફિલ્મમાં શાહરૂખ છે જ ટૂઅર ગાઈડ તેથી વિદેશોની એકથી એક ચઢિયાતી લોકેશન જોવા મળશે.. બીજી બાજુ લોકલમાં પંજાબના ખેડૂતોની લોકેશન શાનદાર લાગી રહી છે. 
 
રોમેડી ફિલ્મ રોમાંસ + કોમેડી ફિલ્મમાં રોમાંસ અને કોમેડીનો મિક્સઅપ તમને જોવા મળશે જે શાનદાર લાગી રહ્યો છે. 
ફિલ્મના ગીત - બીજી બાજુ ફિલ્મના ગીત તો આપણને નાચવા મજબૂર કરી જ દે છે. એક બાજુ બટરફ્લાઈ બન કે તો બીજી બાજુ હુ બનુ તારી રાધા.. ગીત લોકોના મોઢા પર ચઢી ચુક્યા છે. 
 
4 ઓગસ્ટના રોજ રજુ - વધુ શુ શુ આ ફિલ્મમાં આપણને જોવા મળી શકે છે તે તો 4 ઓગસ્ટના રોજ  જ જાણ થશે..