ગોલમાલ અગેઈન - એક મહિનો એડવાન્સ ટિકીટ બૂકિંગ કરનારી પ્રથમ ફિલ્મ

golmal again
Last Modified મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:46 IST)

અજય દેવગણ, અરશદ વારસી, તૂષાર કપૂર જેવા અભિનેતાઓએ ગોલમાલ સિરિઝની ફિલ્મોમાં કામ કર્યું, રોહિત શેટ્ટીની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર જામી ગઈ અને દર્શકોને કોમેડીની સાથે અદભૂત મનોરંજન પણ મળ્યું. હવે ગોલમાલ સિરિઝની એક અન્ય ફિલ્મ 20 ઓક્ટોબર દિવાળીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે.
glmal again

તાજેતરમાં જ આ ફિલ્મનું લોન્ચ કરવામાં આવ્યું હતું અને લોન્ચ થયાના 24 કલાકમાંતો 20 મિલિયન કરતાં પણ વધુ લોકોએ તેને જોઈ લીધું હતું. લોકોએ ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના માધ્યમથી આ ટ્રેલરને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. હવે આ ફિલ્મ ઐતિહાસિક બનવા જઈ રહી છે. કારણ કે આ ફિલ્મના આ નિર્માતાઓએ હવે ફિલ્મ રિલિઝ થયાના એક મહિના અગાઉ તેનું ટિકીટ બુકિંગ કરવાનો નિર્ણય લીધો છે.
golam again

જેથી ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં આ પ્રકારે ફર્સ્ટ ઈન્ડિયન મુવી બની જશે. આ ફિલ્મ 20 ઓક્ટોબર દિવાળીના દિવસે રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ પણ દર્શકોને અગાઉથી બુકીગ કરીને ફિલ્મ જોવાની સલાહ આપી છે.

golmal again


kk
આ પણ વાંચો :