શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2016 (16:38 IST)

પોતાના બાળકો સાથે સેક્સ વિશે વાત કેમ નથી કરવા માંગતા શાહરૂખ ?

સુપરસ્ટાર શાહરૂખ ખાનમાં એક વિશેષતા એ છે કે તે પોતાની વાત સીધેસીધી બિંદાસ રૂપે કહે છે. આ વાત જુદી છે કે તેમને બોલીવુડના રોમાંસ કિંગ કહેવામાં આવે છે પણ તે પોતાના વ્યક્તિગત જીંદગીમાં ખૂબ શરમાળ છે. 
 
શાહરૂખ ખાને એક ઈંટરવ્યુ દરમિયાન કહ્યુ કે તેઓ પોતાના બાળકો સાથે સેક્સ વિશે કોઈ વાત નથી કરવા માંગતા. કિંગ ખાને જણાવ્યુ કે જો કે હુ મારા બાળકો સાથે ખૂબ ફ્રેંડલી છુ છતા પણ મારાથી આ નહી થઈ શકે કારણ કે હુ ખૂબ શરમાળ છુ. 
 
શાહરૂખે જણાવ્યુ મારી મા એ મને સેક્સ એજ્યુકેશનની ક્લાસ આપી. પણ મારા માટે આ જુદી વાત છે. તેમનુ કહેવુ હતુ કે જ્યારે તેઓ બાળકો સાથે બેસીને ફિલ્મ જુએ છે તો તેમને અનુભવાય છે કે બાળકોને સેક્સ વિશે સાચી માહિતી આપે પણ પોતાના સ્વભાવને કારણે તેઓ આવુ નથી કરી શકતા. 
 
શાહરૂખનુ કહેવુ છે કે તે પોતાના બાળકોને ક્યારેય રોકતા-ટોકતા નથી. ન તો તેમને કોઈ સવાલ પૂછે છે. કારણ કે મને લાગે છે કે મારા બાળકો જે કરી રહ્યા છે તે યોગ્ય કરી રહ્યા છે.  તેમણે કહ્યુ કે આવો જ સંબંધ મારો મારા પિતા સાથે હતો. 
 
શાહરૂખે કહ્યુ કે તેમનો સેલ્ફ કૉંફિડેંસ ખૂબ હાઈ છે છતા તે પોતાના બાળકો સામે સેક્સને લઈને કોઈ ચર્ચા નથી કરતા.  ઉલ્લેખનીય છે કે શાહરૂખ ત્રણ બાળકોના પિતા છે. જેમા મોટો પુત્ર આર્યન 19 વર્ષનો છે અને પુત્રી 16 વર્ષની છે. સાથે પુત્ર અબરામ 3 વર્ષનો છે જે સરોગેસીથી જન્મ્યો છે.