શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 29 મે 2018 (15:12 IST)

મુસ્લિમ અભિનેત્રીએ શેયર કરી બિકિની ફોટો, યૂઝર્સ બોલ્યા - રમજાનમાં તો આવુ ન કરો

પોતાની બોલ્ડનેસને કારણે મોટાભાગે ચર્ચામાં રહેનારી શમા સિકંદર એકવાર ફરી સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગઈ છે. તાજેતરમાં જ શમાએ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર બિકિનીમાં એક ફોટો શેયર કરી છે. 
ફોટો શેયર કરતા શમાએ લખ્યુ, 'હંમેશા તમારા દિલનુ સાંભળો અને જેવુ જીવવા માંગો છો એવુ જીવો.' આ તસ્વીરને જોયા પછી શમાને યૂઝર્સે ટ્રોલ કરવા શરૂ કરી દીધા. 
ટ્રોલર્સએ શમાને બેશરમ પણ કહી દીધા. એક યૂઝરે લખ્યુ - થોડો રમજાન પર આરામ કરી લો.  મુસ્લિમ છો તો પોતાની કોમ વિશે થોડો તો વિચાર કરી લો.  કેટલાક યૂઝરે શમાને ડિફેંડ પણ કર્યુ. 
 
એક અન્ય યૂઝરે લખ્યુ, 'બેશરમ છે તુ.. રમજાન મહિનો છે. આવુ ન કરીશ. કેટલાક યૂઝર્સે તેને બોલ્ડ અને સેક્સી પણ ગણાવી.  ઉલ્લેખનીય છે કે આ પહેલા હિના ખાનને પણ યૂઝર્સે ટ્રોલ કરી હતી. 
હિના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમા તે ડાંસ કરતી જોવા મળી રહી હતી.  તેનો આ વીડિયો અનેક લોકોને પસંદ આવ્યો. કેટલાક લોકોનુ માનવુ છે કે તેમને રમજાન મહિનામાં ડાંસ ન કરવો જોઈએ.