'યા અલી' ફેમ સિંગર જુબિન ગર્ગનુ દુર્ઘટનામા મોત, સિંગાપુરમાં સ્કુબા ડ્રાઈવિ9ંગ દરમિયાન થયા ઘાયલ અને ગયો જીવ
singer zubeen garg_instagram
આસામના પ્રખ્યાત બોલિવૂડ ગાયક ઝુબિન ગર્ગ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 52 વર્ષીય ગર્ગનું સિંગાપોરમાં એક અકસ્માતમાં અવસાન થયું. એવું જાણવા મળ્યું છે કે ગાયકનું સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલી ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટનાથી તેમના પ્રિયજનો અને પ્રશંસકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રખ્યાત બોલિવૂડ ગાયક જુબિન ગર્ગના મૃત્યુના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું. આનંદ અને સાહસ માટે સમુદ્રમાં જનારા આ ગાયક માટે આ એક દુઃસ્વપ્ન જેવું બન્યું.
અહેવાલો અનુસાર, સિંગાપોર પોલીસે ગાયકને સમુદ્રમાંથી બચાવ્યો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. વ્યાપક સારવાર અને તબીબી સંભાળ છતાં, તેને બચાવી શકાયો નહીં. જુબિન 52 વર્ષના હતા.
સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલી ઇજાઓને કારણે તેમનું અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયેલી ઇજાઓને કારણે જુબિનનું અવસાન થયું. એવું જાણવા મળ્યું છે કે જુબિન 20 સપ્ટેમ્બરના રોજ નોર્થઇસ્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપોરમાં હતા, જ્યાં તેમનું પ્રદર્શન થવાનું હતું. તેમના મૃત્યુના સમાચાર તેમના પરિવાર અને પ્રિયજનો તેમજ આસામના લોકો અને વિશ્વભરના તેમના ચાહકો માટે ભારે આઘાત સમાન છે.
બોલીવુડમાં કામ કરવા માટે 1995 માં મુંબઈ પહોચ્યા
આ આસામી કલાકારના દુ:ખદ સમાચારથી દુનિયાભરના ફેંસએ શોક વ્યક્ત કરી રહ્યા છે. 1995માં, ગર્ગ બોલીવુડમાં કામ કરવા માટે મુંબઈ ગયા, જ્યાં તેમણે તેમનું પહેલું ઇન્ડી પોપ સિંગલ "ચાંદની રાત" રજૂ કર્યું. બાદમાં, તેમણે ઘણા હિન્દી આલ્બમ અને રિમિક્સ રેકોર્ડ કર્યા, જેમાં "ચંદા" (1996), "જલવા" (1998), "યે કભી" (1998), "જાદુ" (1999), અને "સ્પર્શ" (2૦૦૦)નો સમાવેશ થાય છે. તેમણે "ગદ્દર" (1995), "દિલ સે" (1998), "ડોલી સજાકે રાખના" (1998), "ફિઝા" (2૦૦૦), અને "કાંટે" (2002) જેવી ફિલ્મો માટે પણ ગાયું.