ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (17:05 IST)

લલિતા પવાર - હીરોની એક થપ્પડે છીનવી આંખ... અને બની ગઈ બોલીવુડની ક્રૂર સાસુ

એક સમયે ક્રૂર સાસુના રૂપમાં સખત માતાના રૂપમાં જ્યારે પડદા પર આવતી હતી તો લોકો નવાઈ પામતા હતા. તેમનો અભિનય જોઈને એ વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે તે એક્ટિંગ કરી રહી છેકે આ બધુ હકીકત છે. કંઈક આવી જ સ્ટોરી છે અભિનેત્રી લલિતા પવારની. 
 
હિન્દી ફિલ્મોની સૌથી ખતરનાક સાસુના રૂપમાં જાણીતી થયેલ અભિનેત્રી લલિતા પવારે પોતાના કેરિયરની શરૂઆતમાં અનેક સારી ફિલ્મો કરી હતી. લલિતા પવાર પોતાના અંતિમ સમયમાં એકલી જ રહી. 24 ફેબ્રુઆરીના રોજ તેમનુ અવસન થયુ.  ફિલ્મી પડદા પર તેમને સૌથી ક્રૂર સાસુનુ બિરુધ મળ્યુ છે. જો કે કેટલાક સોફ્ટ રોલ પણ તેમના ખાતામાં રહ્યા પણ ઓળખ તો નેગેટિવ અભિનય દ્વારા જ મળી. 

18 એપ્રિલ 1916ના રોજ જન્મેલી લલિતા પવાર એક આંખ ગયા પછી જ વૈમ્પ રોલમાં આવી હતી. આ પહેલા તે બોલીવુડમાં અભિનેત્રી બનવા માંગતી હતી. પણ તેમની આંખ કેવી રીતે ગઈ આ ઘટના પણ ફિલ્મો સાથે જ જોડાયેલી છે.  1942માં આવેલ ફિલ્મ જંગ-એ-આઝાદી ના સેટ પર એક સીનના શૂટિંગ દરમિયાન દુર્ઘટનાને કારણે તેમની આંખમાં વાગી ગયુ. જેનાથી તેમનુ અભિનેત્રી બનવાનુ સપનુ હંમેશા માટે તૂટી ગયુ.  

ભગવાન દાદાના થપ્પડે છીનવી આંખની રોશની 
 
એંશીના દસકાના પ્રસિદ્ધ અભિનેતા ભગવાન દાદાને આ સીનમાં અભિનેત્રી લલિતા પવારને એક થપ્પડ મારવાની હતી. થપ્પડ એટલી જોરથી પડી કે લલિતા પવાર ત્યા જ પડી ગઈ અને તેના કાનમાંથી લોહી વહેવા માંડ્યુ.  તરત જ સેટ પર જ સારવાર શરૂ થઈ ગઈ.   આ સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા આપવામાં આવેલ કોઈ ખોટી દવાના પરિણામમાં લલિતા પવારના શરીરના જમણા ભાગને લકવો મારી ગયો.  લકવાને કારણે તેમની જમણી આંખ એકદમ જ સંકોચાઈ ગઈ અને કાયમ માટે તેમનો ચહેરો બગડી ગયો. 
 
છતા પણ લલિતા પવારે હાર ન માની 
 
પણ આંખ ખરાબ થવા છતા પણ લલિતા પવારે હાર નહી માની. ભલે તેને હવે ફિલ્મોમાં અભિનેત્રીનો રોલ મળતો નહોતો પણ અહીથી તેમના જીવનની એક નવી શરૂઆત થઈ. હિન્દી સિનેમાની સૌથી ક્રૂર સાસુના રૂપમાં.  આમ તો ખૂબ ઓછા લોકો જાણે છે કે લલિતા પવાર સારી સિંગર પણ હતી. 1935 ની ફિલ્મ 'હિમ્મતે મર્દા' માં તેમણે ગાયેલુ ગીત 'નીલ આભા મે પ્યારા ગુલાબ રહે મેરે દિલમે પ્યારા ગુલાબ રહે' એ સમય ખૂબ લોકપ્રિય થયુ હતુ. 
 
18 રૂપિયાના માસિક પગાર પર કર્યુ કામ 
 
લલિતા પવારે રામાનંદ સાગર ની રામાયણમાં મંથરાનો રોલ પણ કર્યો હતો.  32 વર્ષની વયમાં જ તે કેરેક્ટર્સ રોલ્સ કરવા માંડી હતી.  લલિતા પવારનો જન્મ નાસિકના એક વેપારી લક્ષ્મણરાવ સગુનના ઘરમાં થયો પણ તેમનો જન્મ સ્થાન ઈન્દોર માનવામાં આવે છે.  18 રૂપિયાના માસિક પગાર પર લલિતાએ બાળ કલાકારના રૂપમાં મૂક ફિલ્મમાં કામ કર્યુ હતુ. 1927માં આવેલ આ ફિલ્મનુ નામ હતુ 'પતિત ઉદ્વાર' 
 કેંસરે લીધો જીવ

 1990માં લલિતા પવારને જબડાનુ કેંસર થયુ. જ્યાર પછી તે પોતાની સારવાર માટે પુણે ગઈ. કેંસરને કારણે તેમનુ વજન ઓછી થઈ ગયુ. આ ઉપરાંત તેમની યાદગીરી પણ નબળી પડી ગઈ.  જેને કારણે 24 ફેબ્રુઆરી 1998ના રોજ હિન્દી ફિલ્મોની સૌથી ક્રૂર સાસુ અભિનેત્રી લલિતા પવારનુ નિધન થઈ ગયુ. 
 
લલિતા પવારનુ જીવન બતાવે છે કે જો માણસમાં ક્ષમતા હોય તો તેન પોતાની આવડતને ગમે તે રીતે લોકો સામે લાવે છે. બોલીવુડ મતલબ રૂપ, સૌદર્ય, પૈસો.. અભિનય એવો હોય છે. આજકાલ તો એક વિલન પણ સુંદર હોવો જોઈએ.  પણ લલિતા પવાર જેવા કલાકાર બનવુ આજના સમયમાં શક્ય નથી.  તેમની અંદર એક એવો કલાકાર હતો જેમણે પોતાની સાથે થયેલા દુર્ઘટનાને પણ પોતાના અભિનય સાથે એવી જોડી દીધી કે એ જ એક કમીએ તેમને કેટલી મોટી ઓળખ અપાવી દીધી..