મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2024 (17:16 IST)

Taapsee Pannu Wedding: તાપસી પન્નુએ બોયફ્રેંડ મૈથિયાસ બો સાથે ગુપચુપ કર્યા લગ્ન

Taapsee Pannu Wedding:  બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સમાચર આવી રહ્યા હતા કે અભિનેત્રી ટૂંક સમયમાં જ પોતાના બોયફ્રેંડ મૈથિયાસ બો સાથે લગ્નના બંધનમાં બંધાવવાની છે.  પણ આ દરમિયાન એક એવા સમાચાર આવી રહ્યા છે જેને સાંભળીને તેમના ફેંસને ખૂબ શોક્ડ લાગવાનો છે. સમાચાર મુજબ તાપસી પન્નુએ બોયફ્રેંડ મૈથિયાસ સાથે લગ્ન કરી લીધા છે. 
 
તાપસીએ ચૂપચાપ રીતે કર્યા લગ્ન 
જી હા રિપોર્ટ મુજબ તાપસી પન્નુએ પોતાના બોયફ્રેંડ મૈથિયાસ બો સાથે ચૂપચાપ રીતે લગ્ન કરી લીધા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રીએ ઉદયપુરમાં પોતાના બોયફ્રેંડ સાથે ચૂપચાપ રીતે સાત ફેરા લીધા છે. રિપોર્ટ મુજબ હોળીમાં બે દિવસ પહેલા એટલે કે 23 માર્ચના રોજ મૈથિયાસ સાથે લગ્ન રચાવ્યા હતા, જેમા તેમના પરિવાર ઉપરાંત કેટલાક નિકટના મિત્રો જ સામેલ થયા હતા. 
 
બોલીવુડમાંથી સામેલ થયા આ સ્ટાર્સ 
આ ઉપરાંત તાપસી પન્નુના આ સીક્રેટ લગ્નમાં બોલીવુડથી પણ ગેસ્ટ આવ્યા છે. આ ગેસ્ટ લિસ્ટમાં બોલીવુડમાંથી ફક્ત અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાટી સામે થયા છે.  એક રિપોર્ટ મુજબ તાપસી પન્નુએ ઉદયપુરમાં ખૂબ પ્રાઈવેટ રીતે લગ્ન કર્યા છે. 
 
જો કે લગ્નમાં અભિનેત્રીના બધા રીતિ-રિવાજ પણ થયા છે. 20 માર્ચથી તાપસીના પ્રી-વેડિંગની શરૂઆત થઈ હતી. અભિનેત્રીએ આ લગ્નની જાણ મીડિયાને પણ થવા દીધી નહી. અભિનેત્રી ઈચ્છતી હતી કે તેના લગ્નની મીડિયા કવરેજ ન થાય તેથી જ અભિનેત્રીએ પોતાના આ ખાસ દિવસને ફક્ત પોતાના નિકટના લોકો સાથે સેલિબ્રેટ કરવાનુ નક્કી કર્યુ.