સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કબાલીનું ટીઝર 80 લાખ વાર જોવાયુ !!
સુપરસ્ટાર રજનીકાંતની આગામી ગેંગસ્ટર ફિલ્મ કબાલી તેમના ફેંસ વચ્ચે ધમાલ મચાવી રહી છે. ટીઝર 29 એપ્રિલના રોજ રજુ થયુ હતુ અને માત્ર 3 દિવસમાં 80 લાખ વાર જોવાય ચુક્યુ છે. રજનીકાંત એકવાર ફરી પોતાના એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમની એંટ્રી ખૂબ શાનદાર લાગી રહી છે અને તેમના પાત્રને કબાલી નામથી પરિચિત કરવામાં આવ્યુ છે.
રવિવારે ટીઝર રજુ થતા જ ટ્વિટર પર #KabaliTeaser ટ્રેંડ થવા માંડ્યુ હતુ. બીજી બાજુ આ વીડિયોએ એક ભાગમાં રજનીકાંતને પૂછવામાં આવે છે કે તમે ગેંગસ્ટર કેવી રીતે બન્યા. તેઓ કોઈ જવાબ નથી આપતા અને હસે છે. તેમનું આ હાસ્ય ફેંસને દિવાના કરવા માટે પુરતુ છે.
બીજી બાજુ આ વીડિયોને જોયા પછી ફિલ્મકાર રામગોપાલ વર્માએ ટ્વીટ કરીને કહ્યુ, આની પાછળ કારણ એ છે કે રજનીકાંત છેવટે રજનીકાંત જ કેમ છે શાનદાર/ તેમને કબાલીને બાહુબલી કરતા સાઅરી બતાવતા રજનીકાંતના વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે બાહુબલી દેશ વિદેશોમાં ધમાકેદાર કમાણી કરી ચુકી છે.
આ ફિલ્મમા તમને એક સિંપલ જેવી યુવતીના પાત્રમાં રાધિકા આપ્ટેની પણ એક ઝલક જોવા મળશે. ફિલ્મનુ નિર્દેશન પી રંજીતે કર્યુ છે અને સંગીત સંતોષ નારાયણે આપ્યુ છે.