સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 ડિસેમ્બર 2019 (10:51 IST)

‘સબ કુશલ મંગલ’ ફિલ્મના કલાકારો અમદાવાદની મુલાકાતે, પેટ પકડીને હસાવશે આ ફિલ્મ

અત્યારથી જ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી બૉલિવૂડ ફિલ્મ ‘સબ કુશલ મંગલ’ 3 જાન્યુઆરીએ રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટાઈટલ જોતાની સાથે જ સવાલ ઉભો થઈ આવે છે કે, આ ફિલ્મમાં તો શું એવું છે જે કુશલ મંગલ છે જેનો જવાબ આપવા માટે આ ફિલ્મના સ્ટાર કાસ્ટ અમદાવાદમાં આવ્યા હતા. જેમાં કલાકાર પ્રિયાંક શર્મા અને રીવા કિશન અને ડીરેક્ટર કરણ વિશ્વનાથ કશ્યપ તેમજ પ્રોડ્યુસર પ્રાચી નિતિન મનમોહન અમદાવાદના આંગણે આવ્યા હતા. પ્રિયાંક શર્મા કે જેઓ પદ્મિની કોલ્હાપુરે અને ફિલ્મ મેકર પ્રદીમ શર્માનો પુત્ર છે જે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે જ્યારે રીવા કિશન એ અભિનેતા રવિ કિશનની પુત્રી છે. આ બન્ને પહેલીવાર આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. અમદાવાદની મુલાકાત દરમિયાન કલાકારોએ પોતોની ફિલ્મને લઈને રસપ્રદ વાત શેર કરી હતી.
આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં દિગ્ગજ કલાકાર અક્ષય ખન્ના પણ નજરે પડશે. યૂ ટ્યુબમાં જ રીલિઝ થયેલા ટ્રેલરને જોતા આ ફિલ્મ જોવા માટે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મની વાર્તા એક નવા જ રંગરૂપમાં નવા જ ઝોનર સાથે લઈને ડીરેક્ટર અને પ્રોડ્યુસર લાવ્યા હતા.
 
 
આ અંગે અમદાવાદમાં આવેલા આ ફિલ્મના પ્રોડ્યુસર પ્રાચી નિતિન મનમોહને જણાવ્યું હતું કે, “
 નિર્માતા તરીકે, તમારે એવી વાર્તાઓ પર હમેશાં ધ્યાન આપવું જોઈએ જે લોકોનું મનોરંજન કરે. ફિલ્મના નિર્માતા તરીકે, અમારું કામ દર્શકોને  થિયેટરોમાં આશા અને યાદગાર સમય આપવાનું છે. સબ કુશળ મંગલ એ બાબતમાં ખરી ઉતરશે. મને ખુશી છે કે ફિલ્મ આપણે સ્ક્રિપ્ટ વિશે જે વિચાર્યું તેના કરતા ઉત્તમ બની છે. "
 
 
પ્રિયાંક શર્મા એ કહ્યું કે, “હું હંમેશાં એક અભિનેતા બનવા માંગતો હતો અને તેમાં પણ શરૂઆતથી જ સબ કુશળ મંગલ જેવી આટલી સારી ફિલ્મમાં કામ કરવું મારા માટે ગૌરવની વાત છે. હું આશા રાખું છું કે દર્શકો ફિલ્મની સ્ટોરીને ધ્યાનમાં રાખીને આતુરતાથી હવે રિલીઝની રાહ જોઇ રહ્યા હશે. ”
 
 
રીવા કિશને જણાવ્યું હતું કે,  “કરણ સરે એમને ખાતરી હતી કે અમે અમારા પાત્રો ને સારી રીતે નિભાવી શકીશું. તેમણે મને અને પ્રિયાંક ને અમારું શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમારા માટે શરૂઆતમાં આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ ફિલ્મ ના જ હોઈ શકે. "
 
 
આ અંગે જણાવતા ડીરેક્ટર કરણ વિશ્વનાથ કશ્યપે કહ્યું કે, “સબ કુશલ મંગલ વર્ષની શરૂઆત કરવા માટે એક પરફેક્ટ ફિલ્મ છે. તે તમારું મનોરંજન કરશે અને તમને પેટ પકડીને હસાવશે. ”