આ શુ વરુણ ધવન અને આલિયા ભટ્ટ એકસાથે ? આ ફિલ્મ છે કે પછી અફેયર

variya
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 4 ઑક્ટોબર 2017 (16:32 IST)

અને આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ સ્ટુડેંટ્સ ઓફ ધ ઈયર દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી અત્યાર સુધી આ જોડી ત્રણ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. આ જોડીની ત્રણેય ફિલ્મોએ ખૂબ સારુ કલેક્શન કર્યુ છે. પણ શુ આ ફોટો આ જોડીને ફરીથી સાથે આવવાનો મેસેજ આપી રહ્યો છે ? આલિયા અને વરુણના ફેન્સ તેથી પણ એક્સાઈટેડ છે કે આ ફોટો કરણ જોહરે જાતે જ પોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શને પોતાના ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યો છે. ફક્ત ધર્મા પ્રોડક્શન જ નહી પણ વરુણ ધવન અને આલિયાએ પણ પોતાનો એક ફોટો ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે.

પણ તમારુ કંફ્યૂજન દૂર કરતા બતાવી દઈએ કે આ તસ્વીર કોઈ ફિલ્મના સીનની નહી પણ એડની છે.
તાજેતરમાં જ આ બંનેયે એક એડ શૂટ કરી છે જેને ધર્મા મૂવીઝે શેયર કર્યો છે. તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યુ છે શુ તમે વારિયા ફીલ માટે તૈયાર છો ?
વરુણ અને આલિયાએ પણ પોતાના ઈંસ્ટાગ્રાન એકાઉંટ પર ફોટો શેયર કર્યો છે. આ ફોટોમાં વરુણ કાઉબોય લુકમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આલિયા રેડ કલરની ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે.


આ પણ વાંચો :