3 પુત્ર અને એક પુત્રીના પિતા હતા Vnod Khanna, કર્યા હતા બે લગ્ન
વિનોદ ખના (70) નુ ગુરૂવારે મુંબઈમાં નિધન થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે તબિયત બગડ્યા પછી તેમને આ મહિના 7 એપ્રિલના ગિરગાવ એચએન રિલાયંસ ફાઉંડેશન એંડ રિસર્ચ સેંટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સનુ માનીએ તો તે વર્ષભરથી કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા. 6 ઓક્ટોબર 1946 ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યા અને તે 3 પુત્ર અને એક પુત્રીના પિતા હતા. કોલેજમાં મળ્યો હતો પ્રથમ પ્રેમ ...
- સાધારણ પરિવારના હોવા છતા બોલીવુડ એક્ટર બનનારા અને પછી ઓશોથી પ્રભાવિત થઈને પોતાના લગ્નજીવનનો અંત કરવાને લઈને વિનોદ ખન્ના હંમેશા ચર્ચામાં રહ્યા.
- ભારત-પાકિસ્તાનના ભાગલા પછી વિનોદ ખન્નાની ફેમિલી મુંબઈમાં આવી ગઈ હતી. તેમના પિતા ટેક્સટાઈલ બિઝનેસમેન હતા.
- મુંબઈ અને દિલ્હીમાં શાળાનો અભ્યાસ કર્યા પછી કોલેજના દિવસો દરમિયાન વિનોદ એંજિનિયર બનવા માંગતા હતા. તેઓ સાયંસના વિદ્યાર્થી હતા. બીજી બાજુ તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ કોમર્સ લે અને અભ્યાસ પછી ઘરનો બિઝનેસ સાચવી લે.
- પિતાએ તેમનુ એડમિશન એક કોમર્સના કોલેજમાં પણ કરાવી દીધુ હતુ પણ વિનોદનું મન અભ્યાસમાં લાગ્યુ નહી.
- વિનોદ મુજબ કોલેજ લાઈફમાં તેમને થિયેટરમાં કામ કરવુ શરૂ કર્યુ. ત્યા તેમની અનેક ગર્લફ્રેંડ્સ હતા. અહી તેમની મુલાકાત ગીતાજંલિ સાથે થઈ. ગીતાંજલિ વિનોદની પ્રથમ પત્ની હતી. કોલેજથી જ તેમની લવ-સ્ટોરી શરૂ થઈ હતી.
.... અને પ્રથમ પત્ની ગીતાંજલિએ આપી દીધા છુડાછેડા..
- એક સમય હતો જ્યારે ફેમિલીને સમય આપવા માટે વિનોદ સંડેના દિવસે કામ કરતા નહોતા. આવુ કરનારા તેઓ શશિ કપૂર પછી બીજા અભિનેતા હતા.
- જો કે ઓશોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનુ પારિવારિક જીવન બરબાદ કરી લીધુ હતુ.
- 1975માં ફિલ્મોથી સંન્યાસ પછી વિનોદ અમેરિકા જતા રહ્યા અને ત્યા 5 વર્ષ સુધી ઓશોના માળી બનીને રહ્યા
- 4-5 વર્ષ દૂર રહેવાને કારણે વિનોદનો પરિવાર એકદમ તૂટી ગયો હતો. જ્યારે તેઓ ઈંડિયા પરત ફર્યા તો તેમની પત્નીએ તેમને છુટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો હતો. ફેમિલી વિખેરી ગયા પછી 1987માં વિનોદે ફિલ્મ ઈંસાફ દ્વારા ફરી બોલીવુડમાં એંટ્રી કરી.
-ગીતાંજલિથી વિનોદને બે પુત્ર અક્ષય અને રાહુલ ખન્ના છે.
1990 માં કવિતા સાથે કર્યા બીજા લગ્ન...
બીજીવાર ફિલ્મી કેરિયર શરૂ કર્યા પછી વિનોદે 1990માં કવિતા સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર સાક્ષી અને એક પુત્રી શ્રદ્ધા ખન્ના છે.
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.