શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By મુંબઈ|
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (16:38 IST)

ઋત્વિક રોશન એશિયાનો સૌથી સેક્સીમેન : યુનાઈટેડ કિંગડમ

બોલીવુડ અભિનેતા રુત્વિક રોશનને યુનાઈટેડ કીંગડમમાં હાલમાં થયેલા એક સર્વેમાં એશિયાનો સૌથી સેક્સી પુરૂષ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે ઋત્વિક રોશન ચાર વર્ષમાં ત્રણ વખત એશિયાનો રુત્વીક ચાર વર્ષમાં ત્રણ વખત એશિયાનો સૌથી સેક્સી પુરૂષ તરીકે પસંદગી પામ્યો છે. 
 
આ અંગે રુત્વિક રોશને કહ્યું કે તે બહુ જ ખુશ છે અને આહીંસુધી પહોંચવા માટે તેણે પોતાની ઘણી નબળાઈઓને દૂર કરી છે. અને તે પોતાના ચાહકોઅનો પણ આભાર વ્યકત કરે છે. આ સાથે તેણે કહ્યું કે હું યુનાઈટેડ કીંગડમનો પણ આભારી છું. તેણે પોતાના છઠ્ઠા અંગૂઠાને  ધ્યાનમાં રાખતા કહ્યું કે ઘણીવાર આપણ  શરીરની  ખામી પણ આપણને ખૂબસૂરત બનાવે છે. મારા આ જ અંગૂઠાને કારણે મારે ઘણી વખત શાળામાં શરમાવું પડતું હતું. આજે મારી આ વાત કરોડો લોકો સામે કહી રહ્યો છું કારણકે મને ખબર છે કે તમે પણ બધા મારી જેમ ખૂબસૂરત છો.  
 
આજે હું ભગવાનનો આભારી છું કારણ કે તેમણે મને આ ખૂબસૂરત જિંદગી આપી છે.મને લાગે છે કે તમે પણ તમારી  ખામીઓઅને તમારી તાકાત અને પોતાનો પર ગર્વ કરો.