1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2015 (14:54 IST)

કટ્ટી બટ્ટી જોઈને રડી પડ્યા આમિર ખાન

આમિર ખાન હાલ ટ્વિટર પર ચર્ચાનો વિષય બનેલા છે. આ વખતે આવુ તેમની કોઈ ફિલ્મ કે ટૉક શોને લઈને નથી પણ તેઓ કટ્ટી-બટ્ટી ફિલ્મને લઈને ચર્ચામાં છે. 
 
તેમણે ફિલ્મ કટ્ટી-બટ્ટીની સ્ક્રીનિંગ સમયે રડતા જોવાયા. આવુ બીજીવાર છે જ્યારે મિસ્ટર પરફેક્સનિસ્ટને સ્ક્રિનિંગ સમયે રડતા જોવાયા હોય. આ પહેલા સલમાન ખાનની બજરંગી ભાઈજાનની સ્ક્રીનિંગ પર પણ તેઓ પોતાની લાગણીઓ પર કાબુ નહોતા જાળવી શક્યા અને તેમની આંખો છલકાય ગઈ હતી. 
 
આમિરે કહ્યુ કે તેઓ પોતાના ઈમોશન્સને છુપાવવા નથી માંગતા. તેમણે કહ્યુ કે હુ જે પ્રકારનો વ્યક્તિ છુ તેને કોઈનાથી છુપાવવા નથી માંગતો. મને રડતો જોઈને કેમેરાએ કેદ કરી લીધો તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. 
 
કટ્ટી-બટ્ટી જોયા પછી જ્યારે આમિરને રડવાનુ કારણ પુછ્યુ તો તેમણે કહ્યુ કે ફિલ્મએ મને મારી જીવનની કેટલીક ક્ષણોની યાદ અપાવી દીધી. જ્યારે આમિરને પૂછવામાં આવ્યુ કે તેમને તેમના જીવનની કંઈ ક્ષણ યાદ આવી ગઈ તો તેમને કહ્યુ કે હુ પર્સનલ લાઈફ પર વાત કરવી પસંદ કરતો નથી. 
 
કટ્ટી-બટ્ટીમાં આમિરના ભાણેજ ઈમરાન ખાન સાથે કંગના રનોત પણ છે.  કટ્ટી-બટ્ટી એક રોમાંટિક ફિલ્મ છે. હાલ આમિર પોતાની આવનારી ફિલ્મ દંગલના શૂટિંગ માટે લુધિયાનામાં છે.