શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (14:16 IST)

કાળા હરણનો શિકાર : આર્મ્સ એક્ટ બાબતે સલમાન પર નિર્ણય 3 માર્ચ સુધી ટળી ગયો

16 વર્ષ પહેલા કાળા હરણના શિકાર મામલે સલમાન ખાન માટે નિર્ણય ટળી ગયો છે અને હવે 3 માર્ચના રોજ આ મામલાની સુનાવણી થશે.  ક્ષણ આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જોઘપુરની કોર્ટએ આજે સુનાવણી દરમિયાન સલમાન ખાનને હાજર થવાનો આદેશ આપ્યો હતો. પણ સલમાન ખન જોધપુર ન પહોંચ્યા અને સલમાનના વકીલે નિણય ટાળવાની અને રજુ થવા બાબતે રાહતની અરજી લગાવી.  16 વર્ષ પહેલા 15 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાન વિરુદ્ધ જોઘપુરમાં ફોરેસ્ટ વિભાગે આર્મ્સ એક્ટ હેઠળ બે કાળા હરણોના શિકારનો કેસ નોંધાવ્યો હતો અને કેસની છેલ્લી સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ ખતમ થઈ. સલમાન પર આરોપ લાગ્યો કે જે બંદુકથી સલમાને 1-2 ઓક્ટોબરના રોજ કનકની ગામમાં કાળા હરણોનો શિકાર કર્યો હતો.  અત્રે એ ઉલ્લેખનીય છે કે તેનુ લાઈસેંસ તેનુ લાઈસેંસ ખતમ થઈ ચુક્યુ હતુ અને તેથી સલમાન પર લુની પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ લગાવ્યો.