શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કિસિંગ... નો પ્રોબ્લેમ : નેહા ધૂપિયા

IFM

બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ મોટી નખરાળી હોય છે. ખાસ કરીને કિસિંગ સીનને લઈને. મોટો અને જાણીતો સ્ટાર હોય તો ઝડપથી તૈયાર થઈ જાય છે, પરંતુ ઓછી સ્ટાર વેલ્યૂવાળા કલાકારને લઈને તેમના નખરાં શરૂ થઈ જાય છે.

વાત વધુ જૂની નથી જ્યારે 'ઈશ્કિયા' ફિલ્મના શૂટિંગ દરમિયાન વિદ્યા બાલને અરશદ વારસીને કિસ કરવાની ના પાડી દીધી હતી, કારણ કે અરશદ વારસી તેની નજરમાં મોટો સ્ટાર નથી. પાછળથી નિર્દેશકો દ્વારા સમજાવવા પર તે તૈયાર થઈ ગઈ.

નેહા ધૂપિયા આ પ્રકારનો કોઈ ભેદભાવ નથી રાખતી. 'માઈ ડિયર હિટલર'નુ તે શૂટિંગ કરી રહી છે, જેમા હિટલરની ભૂમિકા ભજવી રહ્યા છે રઘુવીર યાદવ. પહેલા હિટલરના રૂપમાં અનુપમ ખેર હતા, જેમણે પોતાના ચાહકોના કહેવાથી આ રોલ છોડી દીધો.

આ ફિલ્મમાં નેહા, ઈવા બ્રાઉન નામક મહિલાનુ પાત્ર ભજવી રહી છે જે હિટલરના મૃત્યુના એક દિવસ પહેલા તેની સાથે લગ્ન કરી લે છે. જ્યારે ફિલ્મના નિર્દેશકે નેહાને જણાવ્યુ કે તેના અને રઘુવીરની વચ્ચે હોટ કિસિંગ સીન ફિલ્માવવામાં આવશે તો નેહા તરત જ માની ગઈ.

નિર્દેશક આશ્ચર્યમા પડી ગયા. તેઓ સમજતા હતા કે નેહા ના પાડશે. નાટક કરશે. પછી તેને મનાવવી પડશે. આ કિસિંગ શૉટ પ્રથમ જ ટેકમાં ઓકે થઈ ગયુ.

આ ફિલ્મના યૂનિટના સભ્યોનુ કહેવુ છે કે નેહા ખૂબ જ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે અને પોતાનુ કામ પૂર્ણ ગંભીરતાથી કરે છે. આ ફિલ્મમાં તે હોટ અને સેક્સી જોવા મળશે.