શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 6 મે 2015 (10:54 IST)

કોર્ટમાં જજે પુછ્યુ તમારી જાતિ શુ છે ? સલમાન બોલ્યા - ઈંડિયન

કાળા હરણ મામલે આજે સલમાન ખાન જોધપુર કોર્ટમાં રજુ થયા. આ દરમિયાન તેમને પ્રોસિડિંગ હેઠળ જજે પુછ્યુ કે તમારી જાતિ શુ છે. જેના જવાબમાં સલમાન ખાને કહ્યુ, ભારતીય. જજે કહ્યુ કે આ કોઈ જાતિ નથી. 
 
ત્યારે સલમાને કહ્યુ, હિન્દુ-મુસલમાન. જજે પુછયુ, એ કેવી રીતે. સલમાને કહ્યુ, પિતા મુસલમાન છે. માં હિન્દુ. આ સવાલ સલમાનને બે વાર પુછવામાં આવ્યો. સલમાને બંનેવાર આ જવાબ આપ્યો. 
 
કોર્ટૅમાં રજુ થવા પર સલમાન નોર્મલ હતા. પણ જ્યારે તારીખનો મુદ્દો આવ્યો અને સલમાનના વકીલે તારીખ માંગી તો જજે વકીલની વાત ન માનીને જલ્દી તારીખ આપી દીધી. તેનાથી સલમાન તણાવમાં જોવા મળ્યા. 
 
કોર્ટમાં 4 સરકારી સાક્ષીઓના નિવેદન વિશે પૂછવામાં આવ્યુ તો સલમાને કહ્યુ કે આ તમામ આરોપ ખોટા છે. હુ તેના પર જવાબ આપવા માંગીશ અને દસ્તાવેજ રજુ કરીશ. સલમાન ખાને બધા આરોપોને નકારતા કહ્યુ કે હુ નિર્દોષ છુ મને ફસાવ્યો છે. 
 
જો કે કોર્ટે એટલી રાહત જરૂર આપી કે 4 મે ના રોજ સલમાનને આવવાની જરૂર નથી. હવે આ કેસમાં સલમાન ખાનના વકીલ 4 મે ના રોજ તેમનો પક્ષ મુકશે.