શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

ત્રણ ભાઈઓની ફિલ્મો

N.D

સલમાન ખાનને છોડી દઈએ તો તેમના ભાઈ પ્રોડક્શનમાં લાગી ગયા છે. સુહૈલ અને અરબાજ ખાન ફિલ્મો બનાવવામાં લાગ્યા છે. તક મળે તો અભિનય પણ કરવા લાગે છે. સલમાન અલબત્તા હજુ સુધી અભિનય અને મસ્તી કરવામાં જ લાગ્યા છે. બંને ભાઈઓની ફિલ્મો બનાવવા પ્રત્યેની રૂચિ તેનાથી પણ ખબર પડે છે કે સુહૈલ ખાન પોતાની ફિલ્મ 'કિસાન'ના પછી 'મે ઔર મિસેજ ખન્ના'ના કામકાજમાં લાગી ગયા છે. બીજી બાજુ અરબાઝ ખાન પોતાની ફિલ્મ 'દબંગ'ની તૈયારીઓમાં લાગ્યા છે.

આમ તો આ બંને ફિલ્મોમાં સલમાન ખાનને લેવામાં આવ્યા છે. તેથી આ એક પ્રકારે પારિવારિક ફિલ્મ થઈ ગઈ. ભાઈની ફિલ્મમા ભાઈ જ કામ કરી રહ્યા છે. જો કે નિર્દેશક બંનેના જુદા જુદા છે. 'મે ઔર મિસેજ ખન્ના'ના નિર્દેશન પ્રેમ સોનીના હાથોમાં છે તો 'દબંગ'ને અભિનવ કશ્યપ નિર્દેશિત કરી રહ્યા છે. આ બંને ફિલ્મોમાં સલમાનનો રોલ પણ બિલકુલ જુદો છે. 'મે ઔર મિસેજ ખન્ના'માં તેઓ એક પ્રેમીનો રોલ ભજવી રહ્યા છે અને 'દબંગ'માં તેઓ એક નીડર પોલીસવાલા બન્યા છે.